સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે, બંને કિંમતી ધાતુઓમાં છેલ્લા બે દિવસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ટ્રેડિંગ શરૂ થતાં જ, ચાંદીના વાયદાના ભાવમાં ફરી એક અચાનક અને નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો.


આજે સોના ચાંદીનો ભાવ 

સ્થાનિકથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે, પીળી અને સફેદ ધાતુઓ બંને પર નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. MCX પર, ચાંદીના ભાવમાં ₹6867નો મોટો ઘટાડો નોંધાયો છે, જ્યારે સોનાના ભાવમાં આશરે ₹2500નો ઘટાડો થયો છે.

ચાંદી ધડામ 

MCX પર ચાંદીના ભાવમાં થયેલી વધઘટ પર નજર કરીએ તો જાણવા મળે છે કે 3 જુલાઈના રોજ સમાપ્ત થતો કોન્ટ્રાક્ટ પાછલા ટ્રેડિંગ સેશનમાં ₹2,37,572 પ્રતિ કિલો પર બંધ થયો હતો.  જોકે, શુક્રવારે ખુલતા જ તે ઘટીને ₹2,29,561 પ્રતિ કિલો થઈ ગયો. પરિણામે, 1 કિલો ચાંદીનો ભાવ એક જ ઝટકામાં ₹8,011 ઘટી ગયો.

બે દિવસમાં 22000નો ઘટાડો 

ગુરુવારે પાછલા ટ્રેડિંગ સેશન દરમિયાન ચાંદીના વાયદામાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો, જે ટ્રેડ બંધ થાય ત્યાં સુધી સતત ઘટતો રહ્યો. છેલ્લા બે દિવસમાં થયેલા ઘટાડાને ધ્યાનમાં લેતા, બુધવારે બંધ સમયે કિંમત ₹2,51,807 હતી, ગુરુવારે ઘટીને ₹2,37,572 થઈ ગઈ અને શુક્રવારે વધુ ઘટીને ₹2,29,561 થઈ ગઈ. આમ, ચાંદી માત્ર બે દિવસમાં ₹22,246 પ્રતિ કિલો સસ્તી થઈ ગઈ છે. 

સોનામાં કેટલા ઘટ્યા ભાવ ? 

સોનાના વાયદાના ભાવ પણ સતત ઘટી રહ્યા છે. ખુલતાની સાથે જ 24 કેરેટ સોનાના 10 ગ્રામ (5 ઓગસ્ટની સમાપ્તિ તારીખ માટે) ની કિંમત ₹1,46,252 ના સ્તરે આવી ગઇ જે  પાછલા ટ્રેડિંગ દિવસે ₹1,49,309 પ્રતિ 10 ગ્રામ પર બંધ થઈ ગઈ હતી. બીજા શબ્દોમાં કહીએ તો, સોનાના ભાવમાં અચાનક ₹3,057 નો ઘટાડો થયો.

મોટા શહેરોમાં આજનો સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)

શહેર 24 કેરેટ સોનાની કિંમત ( રૂપિયા/10 ગ્રામ) 22 કેરેટ સોનાની કિંમત( રૂપિયા/10 ગ્રામ)
દિલ્હી 1,46,010 1,33,850
મુંબઈ 1,45,860 1,33,700 
કોલકાતા 1,51,100 1,38,500
ચેન્નઈ 1,48,040 1,35,700 
અમદાવાદ 1,45,910 1,33,750  
વડોદરા 1,45,910 1,33,750 
રાજકોટ 1,45,910 1,33,750 

રેકોર્ડ હાઇ કરતા સોનું સસ્તુ 

છેલ્લા બે ટ્રેડિંગ દિવસની વાત કરીએ તો 17 જૂનના રોજ 10 ગ્રામ સોનાનો ભાવ ₹1,53,879 હતો, અને ત્યારથી, કિંમતી પીળી ધાતુમાં ₹7,627 નો ઘટાડો થયો છે. તેની ટોચની રખામણીમાં - જ્યાં ગયા જાન્યુઆરીમાં સોનાના વાયદાના ભાવ પ્રથમ વખત ₹2 લાખના આંકને પાર કરી ગયા હતા.  આ ચોક્કસ વાયદા કરાર માટેનો ઉચ્ચતમ સ્તર ₹2,04,375 હતો; સોનું હવે તે ટોચ કરતાં ₹58,123 નીચા ભાવે ઉપલબ્ધ છે. 

વૈશ્વિક બજારોમાં ભારે વેચવાલી

સ્થાનિક બજારમાં જોવા મળેલા તીવ્ર ઘટાડામાં આંતરરાષ્ટ્રીય બજારોએ મુખ્ય ભૂમિકા ભજવી છે. સોના અને ચાંદીના ભાવ પર નોંધપાત્ર દબાણ વૈશ્વિક સ્તરે સ્પષ્ટ છે, જેની સીધી અસર ભારતીય બજારો પર પડી રહી છે. વૈશ્વિક સ્તરે, સોનાના ભાવમાં લગભગ 2 ટકાનો ઘટાડો થયો છે. દરમિયાન, ચાંદીની સ્થિતિ વધુ નબળી છે, જેમાં 3 ટકાથી વધુનો તીવ્ર ઘટાડો નોંધાયો છે. આ વૈશ્વિક વેચવાલીથી ભારતીય ખરીદદારો માટે અનુકૂળ તક ઊભી થઈ છે.


આ પણ વાંચો-પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?


  • Follow us on: