સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) માં, બજાર ખુલતા જ ચાંદીના ભાવમાં ₹7,000 નો ઘટાડો થયો હતો. સોનાના ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. આ ઘટાડો એવા સમયે થયો છે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારોમાં સતત વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે સોના અને ચાંદીના ભાવ ઘટી રહ્યા છે.
આજે સોના ચાંદીનો ભાવ કેટલો ઘટ્યો ?
મંગળવારે MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ ₹1,600 અથવા 1% થી વધુ ઘટીને ₹1,46,528 થયો હતો. જોકે પાછળથી તેમાં થોડો સુધારો જોવા મળ્યો હતો, જે પાછલા બંધ ભાવ કરતા ₹1,250 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ચાંદીની વાત કરીએ તો ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. જે પ્રતિ કિલોગ્રામ ₹7,000 અથવા 3% થી વધુ ઘટીને ₹2,27,125 થયો હતો. તેમાં આંશિક સુધારો પણ જોવા મળ્યો હતો, જે લગભગ ₹6,000 નો ઘટાડો હતો.
સોના ચાંદીમાં ભાવ ઘટાડાનું કારણ શું ?
સોના અને ચાંદીના ભાવમાં ઘટાડા માટે ઘણા પરિબળો જવાબદાર છે, જેમાં મજબૂત યુએસ ડોલર, યુએસ બોન્ડ યીલ્ડમાં વધારો અને નફા-બુકિંગનો સમાવેશ થાય છે. વધુમાં, યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડા અંગેની અપેક્ષાઓ ઓછી થવાને કારણે બુલિયન બજાર દબાણ હેઠળ આવ્યું છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાનો ભાવ ઘટ્યો
આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે. સોનું 1.11% (અથવા $46.45) ઘટીને $4,156.25 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે, જ્યારે ચાંદી $2.645 (અથવા 4.03%) ઘટીને $62.938 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે.
કોમોડિટી બજાર ઉપરાંત, ભૌતિક બુલિયન બજારમાં પણ ઘટાડો દેખાઈ રહ્યો છે. દિલ્હીમાં, સોનાનો ભાવ ₹1,49,070 છે, અને ચાંદી ₹2,50,000 પ્રતિ કિલોગ્રામ છે. શેરબજારમાં પણ આજે દબાણ જોવા મળી રહ્યું છે. નિફ્ટી 20 પોઈન્ટ નીચે છે, અને સેન્સેક્સ 100 પોઈન્ટથી વધુ ઘટ્યો છે.
મોટા શહેરોમાં આજનો સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)
| શહેર | 24 કેરેટ સોનાની કિંમત ( રૂપિયા/10 ગ્રામ) | 22 કેરેટ સોનાની કિંમત( રૂપિયા/10 ગ્રામ) |
| દિલ્હી | 1,46,060 | 1,33,900 |
| મુંબઈ | 1,45,910 | 1,33,750 |
| કોલકાતા | 1,45,910 | 1,33,750 |
| ચેન્નઈ | 1,47,937 | 1,35,600 |
| અમદાવાદ | 1,45,960 | 1,33,800 |
| વડોદરા | 1,45,960 | 1,33,800 |
સુરત
| 1,45,960 | 1,33,800 |