રોજબરોજ સોના-ચાંદીના ભાવમાં વધારો ઘટાડો નોંધાય છે. ક્યારેક સોનાના ભાવ વધે છે તો ક્યારેક ચાંદીના ભાવ. ભાવમાં વધઘટ તો રોજબરોજ જોવા મળે છે. ત્યારે આજે વાત કરીએ ચાંદીની તો ચાંદી આજે સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયુ છે
ચાંદીના ભાવ હાઇએસ્ટ સપાટીએ

રોજબરોજ સોના-ચાંદીના ભાવમાં વધારો ઘટાડો નોંધાય છે. ક્યારેક સોનાના ભાવ વધે છે તો ક્યારેક ચાંદીના ભાવ. ભાવમાં વધઘટ તો રોજબરોજ જોવા મળે છે. ત્યારે આજે વાત કરીએ ચાંદીની તો ચાંદી આજે સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયુ છે
ચાંદીના ભાવ હાઇએસ્ટ સપાટીએ
તમામ રેકોર્ડ તોડીને ચાંદીના ભાવ આજે એક લાખને પાંચ હજાર રૂપિયા બોલાઇ રહ્યા છે. 1 કિલો ચાંદીની કિંમત ધીરે ધીરે એક લાખની નજીક આવી. પછી લાખ રૂપિયા થઇ અને હવે એક લાખને પાંચ હજાર રૂપિયે પ્રતિ કિલો પહોંચીને તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે.
સોનાનો ભાવ કેટલો ?
ત્યારે જો વાત કરીએ સોનાની તો, સોનાની કિંમતમાં આજે 450 રૂપિયાનો ઘટાડો થયો છે. 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 97 હજારને પાર પહોંચ્યો છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 89400 થી 89600 રૂપિયા નોંધાયો છે. ત્યારે આવો જાણીએ મેટ્રો શહેરોમાં આજે કેટલો છે સોનાનો ભાવ ?
મેટ્રો શહેરમાં શું છે સોનાનો ભાવ ?
| શહેરનું નામ | 22 કેરેટ સોનાનો દર | 24 કેરેટ સોનાનો દર |
| અમદાવાદ | 89,500 | 97,630 |
| દિલ્હી | 89,600 | 97,730 |
| ચેન્નાઇ | 89,450 | 97,580 |
| કોલકાતા | 89,450 | 97,580 |
| મુંબઇ | 89,450 | 97,580
|
સોનાનો ભાવ કેવી રીતે નક્કી થાય છે?
ભારતમાં સોનાનો ભાવ ઘણા કારણોસર બદલાય છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ. સોનું માત્ર રોકાણનું સાધન નથી, પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારો દરમિયાન તેની માંગ વધે છે.