સમાચાર લખાય ત્યારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 2 એપ્રિલ 2026ની એક્સપાયરી ધરાવતા ગોલ્ડ ફ્યુચરમાં લગભગ ₹1,532નો વધારો નોંધાયો હતો.
તે જ સમયે ચાંદીના ભાવમાં પણ ₹8,740નો ઉછાળો જોવા મળ્યો હતો. એમસીએક્સ પર ગોલ્ડ ફ્યુચર ₹1,61,743 (પ્રતિ 10 ગ્રામ)ના ભાવે ઓપન થયું હતું. પાછલા ટ્રેડિંગ સેશનમાં એમસીએક્સ પર સોનું ₹1,60,299 પ્રતિ 10 ગ્રામના સ્તરે બંધ થયું હતું.
ચાંદીનો ભાવ કેટલો છે?
સવારે લગભગ 10 વાગ્યાના આસપાસ ચાંદીના ભાવમાં પ્રતિ કિલો ₹9,184નો વધારો નોંધાયો છે. આ સમયે 1 કિલો ચાંદીનો ભાવ ₹2,76,344 પર ટ્રેડ થઈ રહ્યો છે. હાલ સુધી ચાંદીએ ₹2,71,000 પ્રતિ કિલોનું લો સ્તર અને ₹2,78,339 પ્રતિ કિલોનું હાઈ સ્તર નોંધાવ્યું છે.
સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે. સોનામાં 1764 રૂપિયાનો વધારો તો ચાંદીમાં 9070 રૂપિયાનો વધારો થયો છે. સોનુ 1.62 લાખની સપાટીએ પહોંચ્યુ છે તો ચાંદી 02.76 લાખની સપાટીએ પહોંચ્યુ છે.
મોટા શહેરોમાં આજનો સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)
| શહેર | 24 કેરેટ પ્રતિ 10ગ્રામ | 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ |
| અમદાવાદ | 1,62,430 | 1,48,900 |
| વડોદરા | 1,62,480 | 1,48,950 |
| રાજકોટ | 1,62,490 | 1,48,980 |
| સુરત | 1,62,430 | 1,48,900 |
| મુંબઈ | 1,61,670 | 1,48,190 |
| દિલ્હી | 1,61,820 | 1,48,340 |