અમેરિકા દ્વારા હાઇ ટેરિફ લાગુ થયાના એક દિવસ પહેલા જ સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. સોમવારે સોનાના ભાવમાં ઘટાડો આવ્યો હતો ત્યારે મંગળવારે આજે સોનાના ભાવ ફરીથી વધ્યા છે. ત્યારે આવો જાણીએ દેશના મોટા શહેરોમાં આજે શું છે સોના ચાંદીનો લેટેસ્ટ ભાવ.
સોનાનો આજનો ભાવ
આજે સોનાના ભાવમાં 500 રૂપિયાનો વધારો થયો છે. મોટાભાગના શહેરોમાં સોનું એકલાખને 800 રૂપિયાને પાર કારોબાર કરી રહ્યું છે. 22 કેરેટ સોનાનો ભાવ મુંબઇ, ચેન્નાઇ અને કોલકાતામાં 93600 રૂપિયા છે.
આજનો ચાંદીનો ભાવ
25 ઓગષ્ટે ચાંદીની કિંમતોમાં પણ ઉતાર ચઢાવ જોવા મળ્યો છે. આજે ચાંદીના ભાવમાં 1000 રૂપિયાનો ઘટાડો થયો છે. ચાંદી આજે 1,20,000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે કારોબાર કરી રહ્યુ છે.
અમેરિકાએ જાહેર કર્યુ નોટિફિકેશન
અમેરિકાએ ભારતમાંથી થતી આયાત પર કુલ 50 ટકા ટેરિફ લાદવા માટે સત્તાવાર સૂચના જાહેર કરી છે. આ નવો ટેરિફ 27 ઓગસ્ટ, 2025 ના રોજ રાત્રે 12.01 (EST) થી અમલમાં આવશે. યુએસ વહીવટીતંત્રનો દાવો છે કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદીને યુક્રેન યુદ્ધમાં મોસ્કોને પરોક્ષ રીતે નાણાકીય સહાય પૂરી પાડી રહ્યું છે.
આ 50% ટેરિફ 1 ઓગસ્ટ પહેલા લાદવામાં આવેલા 25% પારસ્પરિક ટેરિફમાં સમાવિષ્ટ વધારાની ડ્યુટી સાથે લાગુ થશે. આનાથી ભારતની યુએસ નિકાસ $87 બિલિયન (લગભગ રૂ. 7.3 લાખ કરોડ) પર અસર પડી શકે છે. કાપડ, રત્નો અને ઝવેરાત, ચામડું, દરિયાઈ ઉત્પાદનો, રસાયણો અને ઓટો ભાગો જેવા ઉદ્યોગો સૌથી વધુ પ્રભાવિત થશે. જો કે, ફાર્માસ્યુટિકલ્સ, સેમિકન્ડક્ટર્સ અને ઉર્જા સંસાધનો જેવી કેટલીક મહત્વપૂર્ણ શ્રેણીઓને આમાંથી મુક્તિ આપવામાં આવી છે.
મેટ્રો શહેરોમાં શું છે સોનાનો ભાવ
| શહેર | 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ | 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ |
| અમદાવાદ | રૂ.1,02,110 | રૂ. 93,600 |
| દિલ્હી | રૂ.1,00,900 | રૂ. 93,700 |
| મુંબઈ | રૂ. 1,00,800 | રૂ. 93,600 |
| ચેન્નાઈ | રૂ. 1,00,800 | રૂ. 93,600 |
| બેંગલુરુ | રૂ. 1,00,800 | રૂ. 93,600 |
22 કેરેટ અને 24 કેરેટમાં શું છે તફાવત?
24 કેરેટ સોનું 99.9% શુદ્ધ અને 22 કેરેટ સોનું લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે તેને જ્વેલરી બનાવી શકાતું નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.
મિસ્ડ કોલથી જાણો કિંમત
22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક દરો જાણવા માટે તમે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડા સમયની અંદર એસએમએસ દ્વારા દરો ઉપલબ્ધ થશે. આ સિવાય સતત અપડેટ્સ વિશેની માહિતી માટે તમે www.ibja.co અથવા ibjarates.com પર જઈ શકો છો.
કેવી રીતે નક્કી થાય છે સોનાનો ભાવ
સોના અને ચાંદીના ભાવ દૈનિક ધોરણે નક્કી થાય છે. સોના અને ચાંદીના ભાવ નક્કી કરવા માટે ઘણા પરિબળો જવાબદાર છે, જેમાં વિનિમય દર, ડોલરના ભાવમાં વધઘટ, કસ્ટમ ડ્યુટીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય બજારમાં કોઈપણ પ્રકારની લચાલ સોનાના ભાવ પર સીધી અસર કરે છે. જો વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાની પરિસ્થિતિ હોય, તો રોકાણકારો બજારથી અંતર રાખીને સોના જેવી વસ્તુઓમાં સલામત રોકાણને વધુ સારો વિકલ્પ માને છે.
આ ઉપરાંત ભારતમાં સોનાનું સામાજિક અને આર્થિક મહત્વ પણ છે. લગ્ન કે તહેવારમાં સોનું હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત પરિવારમાં સોનું હોવું એ તે પરિવારની સમૃદ્ધિનું પ્રતીક પણ માનવામાં આવે છે. સોનાએ દરેક યુગમાં ફુગાવા કરતાં વધુ સારું વળતર આપવાનું સાબિત કર્યું છે. આ જ કારણ છે કે તેની માંગ હંમેશા રહી છે.
