સોના ચાંદીના ભાવ આજકાલ આસમાને પહોંચ્યા છે. જો કે વચ્ચે થોડા દિવસ સોનાના ભાવમાં ઘટાડો આવ્યો હતો. દિવસ જાય તેમ સોના ચાંદીના ભાવ બદલાય છે. ત્યારે આવો જાણીએ 2 ઓક્ટોબરના રોજ સોના ચાંદીના શું છે ભાવ..

આ અઠવાડિયે સોનાચાંદીનો ભાવ કેટલો ઘટ્યો ? 

સોના અને ચાંદીના ભાવમાં વધઘટ ચાલુ છે. ગાંધી જયંતિ નિમિત્તે 2 ઓક્ટોબરે બુલિયન માર્કેટ બંધ રહેશે અને MCX પર પણ કોઈ કારોબાર થશે નહીં. ત્યારે આખા અઠવાડિયામાં સોના ચાંદીમાં કેટલા વધ્યા ઘટ્યા તે વિશે વાત કરીએ તો ,

આ અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. 'ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન' (IBJA) અનુસાર, 24-કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ ₹1.52 લાખથી ઘટીને ₹1.48 લાખ થયો છે. આ અઠવાડિયે તેના ભાવમાં લગભગ ₹4,000નો ઘટાડો થયો છે.

એક કિલોગ્રામ ચાંદીના ભાવમાં ₹11,521નો ઘટાડો થયો છે અને તે ₹2.21 લાખ પર આવી ગઈ છે. અગાઉ ગયા અઠવાડિયે (25 સપ્ટેમ્બરના રોજ) તેનો ભાવ ₹2.32 લાખ હતો.


કેરેટ મુજબ સોનાનો ભાવ (રૂપિયા/10 ગ્રામ) 

24
 ₹1,48,138
22 ₹1,35,694
18 ₹1,11,104
14 ₹86,661


દેશના મોટા શહેરોમાં શું છે સોના ચાંદીનો ભાવ ? 

શહેર 10 ગ્રામ (24 કેરેટ)
દિલ્હી ₹1,49,390
મુંબઈ ₹1,49,240
કોલકાતા ₹1,49,240
ચેન્નાઈ ₹1,49,240
જયપુર ₹1,49,390
ભોપાલ ₹1,49,290
પટના ₹1,49,290
લખનૌ ₹1,49,390
 અમદાવાદ ₹1,49,290

વિવિધ શહેરોમાં સોનાના ભાવમાં તફાવત હોવાના 4 કારણો:


પરિવહન અને સુરક્ષા: એક શહેરમાંથી બીજા શહેરમાં સોનું લઈ જતી વખતે ઈંધણ અને સુરક્ષાનો ખર્ચ ઉમેરાય છે, જેના કારણે અંતર સાથે ભાવમાં વધારો થાય છે.

ખરીદીનું પ્રમાણ: દક્ષિણ ભારતમાં વપરાશ વધુ (આશરે 40%) હોવાને કારણે જ્વેલર્સ જથ્થાબંધ ખરીદી કરે છે, તેમ છતાં ડિસ્કાઉન્ટનો લાભ મર્યાદિત રહે છે.

સ્થાનિક જ્વેલરી એસોસિએશનો: રાજ્ય અને શહેરના જ્વેલરી એસોસિએશનો સ્થાનિક પુરવઠા અને માંગના આધારે ભાવ નક્કી કરે છે.

જૂનો સ્ટોક અને ખરીદ કિંમત: જ્વેલર્સ જે ભાવે સોનું ખરીદે છે તેના આધારે ગ્રાહકો માટે વેચાણ કિંમત નક્કી થાય છે.


આ વર્ષે સોનું મોંઘું અને ચાંદીના ભાવ ઘટ્યા 

આ વર્ષે સોના અને ચાંદીના ભાવમાં સતત વધઘટ જોવા મળી છે. વર્ષ 2026માં અત્યાર સુધીમાં સોનું ₹14,939 મોંઘું થયું છે, જ્યારે ચાંદી ₹9,591 સસ્તી થઈ છે. 31 ડિસેમ્બર 2025ના રોજ 10 ગ્રામ સોનાનો ભાવ ₹1.33 લાખ હતો; જે હવે ₹1.48 લાખ પર પહોંચ્યો છે.

બીજી તરફ, 31 ડિસેમ્બર 2025ના રોજ ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ ₹2.30 લાખ હતો, જે હવે ઘટીને ₹2.21 લાખ થયો છે. આ સમયગાળા દરમિયાન, 29 જાન્યુઆરીએ સોનું અને ચાંદી પણ અનુક્રમે ₹1.76 લાખ અને ₹3.86 લાખની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યા હતા.


આ પણ વાંચો: Delhi: ભારતીય પાયલટે 9/11 થતા બચાવી લીધા, કેપ્ટન પર દુનિયાને ગર્વ.. બોલ્યા પીએમ મોદી