EPFOના ખાતાધારકો માટે સારા સમાચાર સામે આવ્યાછે. આ મહિનાના અંત સુધીમાં EPFO માટે નવી ડિજિટલ સુવિધા શરૂ કરવામાં આવશે. કરોડો કર્મચારીઓને આ ડિજિટલ સેવાના લાભ મળશે. નવી સુવિધા અંતર્ગત EPFO ખાતાધારકો UPI દ્વારા 75 ટકા સુધી રકમનો ઉપાડ કરી શકશે. આ ડિજિટલ સેવાના કારણે કર્મચારીઓને સમયની બચત થશે અને આ લોકોએ પૈસા ઉપાડવા વારંવાર ઓફિસના ધક્કા નહી ખાવા પડે.
ડિજિટલ સુવિધાથી કરોડો કર્મચારીઓને ફાયદો
EPFO ખાતાધારકો હવે UPI દ્વારા પોતાના ભવિષ્ય નિધિના પૈસા ઉપાડી શકશે. આ નવી ડિજિટલ સુવિધા આ મહિનાના અંત સુધીમાં શરૂ થવાની શક્યતા છે, જેનાથી કરોડો કર્મચારીઓને મોટી રાહત મળશે. આ વ્યવસ્થા EPFO 3.0 હેઠળ નવી ડિજિટલ સુવિધા તરીકે રજૂ કરવામાં આવી રહી છે, જે ટ્રાન્ઝેક્શન પ્રક્રિયાને સરળ બનાવશે. મહિનાના અંત સુધીમાં આ સ્કીમ શરૂ થવાની અપેક્ષા છે, જેનાથી EPFOના કરોડો સભ્યોને નાણાકીય વ્યવહારોમાં નોંધપાત્ર સરળતા મળશે.
જાણો કેવી રીતે UPI સેવા કાર્ય કરશે?
UPI-આધારિત સેવા સબ્સ્ક્રાઇબર્સને તેમના PF ખાતામાં ઉપલબ્ધ ભંડોળ જોવા અને તેમને તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવાની મંજૂરી આપે છે. PF ખાતામાંથી બેંક ખાતામાં ભંડોળ ટ્રાન્સફર કરી શકાશે. આ માટે, સબ્સ્ક્રાઇબર્સને એક લિંક કરેલા UPI પિનનો ઉપયોગ કરવાનો રહેશે. એકવાર પૈસા બેંક ખાતામાં જમા થઈ જાય, પછી સબ્સ્ક્રાઇબર્સ તેનો ઉપયોગ જરૂર મુજબ કરી શકે છે. ત્યારબાદ સબ્સ્ક્રાઇબર્સ તેમના બેંક ખાતામાંથી ડિજિટલ ચુકવણી કરી શકે છે અથવા તેમના ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને બેંક એટીએમમાંથી રોકડ ઉપાડી શકે છે.
EPFOની સેવાઓને વધુ સુલભ બનાવવાનો ઉદેશ્ય
EPFOના પૈસા યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) દ્વારા ઉપાડી શકાશે. આ સુવિધા અંતર્ગત ખાતાધારકો પોતાની કુલ જમા રકમના 75 ટકા સુધીની રકમ ઉપાડી શકશે. આ નવી ડિજિટલ સુવિધા EPFO 3.0 હેઠળ રજૂ કરાઈ રહી છે, જે સંપૂર્ણપણે કાગળ રહિત ટ્રાન્ઝેક્શન શક્ય બનાવશે. આ પગલાથી EPFOની સેવાઓને વધુ સુલભ અને કાર્યક્ષમ બનાવવાનો હેતુ છે. આ પ્રક્રિયા માટેની તમામ જરૂરી ટેસ્ટિંગ પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. આનાથી પૈસા ઉપાડવાની પ્રક્રિયા ઝડપી બનશે અને મેન્યુઅલ દસ્તાવેજીકરણની જરૂરિયાત દૂર થશે, જેના પરિણામે સમય અને પ્રયત્નનો બચાવ થશે.
EPFO 3.0 ના અમલીકરણની જાહેરાત
કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ મે મહિનામાં EPFO 3.0 ના વહેલા અમલીકરણની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સુવિધાનું પરીક્ષણ પૂર્ણ થઈ ગયું છે. મહત્વનું છે કે EPFO 3.0 ઉપરાંત EPF સેવા શરૂ કરવા પર પણ વિચારણા ચાલી રહી છે. જે અંતર્ગત EPF ખાતાઓ સંબંધિત માહિતી WhatsApp પર ઉપલબ્ધ કરાશે. આનાથી EPF સભ્યો તેમના PF બેલેન્સ, છેલ્લા પાંચ વ્યવહારો અને PF દાવાની સ્થિતિ તપાસવા જેવી સેવાઓ સરળતાથી અને ઝડપથી મેળવી શકશે
આ પણ વાંચો : Gold Silver Price Today: 18 જૂને સોના ચાંદીનો લેટેસ્ટ રેટ શું ? ભાવ વધ્યા કે ઘટ્યા ?