EPFO (એમ્પ્લોઈ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન) ધારકો માટે રાહતપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. નોકરી છોડ્યા પછી PF ખાતામાં માત્ર ત્રણ વર્ષ સુધી વ્યાજ મળે છે તે વાત ખોટી અને ભ્રામક છે. EPFOના હાલના નિયમો મુજબ, જો કોઈ કર્મચારી નોકરી છોડે છે અને PF રકમ ઉપાડતો નથી તો તેનું PF ખાતું સુરક્ષિત રહે છે અને તેમાં 58 વર્ષની ઉંમર સુધી વ્યાજ મળતું રહે છે, ભલે નવી રકમ જમા થાય કે ના થાય.
કયા સુધી PF ખાતામાં મળશે વ્યાજ?
સામાન્ય શબ્દોમાં કહીએ તો જો કોઈ કર્મચારી 40, 45 અથવા 50 વર્ષની ઉંમરમાં નોકરી છોડે છે તો પણ તેના PF ખાતામાં વ્યાજ મળતું રહેશે. સરકાર દર વર્ષે નક્કી કરેલી દર પ્રમાણે આ રકમ પર વ્યાજ જમા કરે છે. PF ખાતું સક્રિય માનવામાં આવે છે ત્યાં સુધી ખાતાધારક 58 વર્ષની ઉંમર સુધી પહોંચે. જ્યારે ખાતાધારક 58 વર્ષની ઉંમર પૂર્ણ કરે છે, PF ખાતું "ઈનઓપરેટિવ" બની જાય છે અને તે પર વ્યાજ મળવાનું બંધ થઈ જાય છે.
