બ્રોકિંગ સર્વિસ પ્રોવાઈડર કંપની ગ્રોના આઈપીઓમાં પૈસા લગાવનારા રોકાણકારોને જલસા પડી ગયા છે. ગઈકાલે શેરનું દમદાર લિસ્ટિંગ થયા બાદ શેર રોકેટ ગતિએ ભાગ્યો છે અને રોકાણકારો માલામાલ થઈ ગયા છે. આજે 13 નવેમ્બરને ગુરૂવારે સેન્સેક્ટ-નિફ્ટીમાં તેજીની વચ્ચે ગ્રોની પેરેન્ટ કંપની Billionbrains Garage Venturesનો શેર 10 ટકાથી વધારે ઉછળ્યો છે.
શેર 153 રૂપિયાના લેવલ પર પહોંચ્યો
જણાવી દઈએ કે આઈપીઓ 4-7 નવેમ્બર સુધી ખુલ્યો હતો અને BSE-NSE પર તેના શેર જોરદાર 22 ટકા પ્રિમિયમ સાથે લિસ્ટ થયા હતા અને ત્યારબાદ 131 રૂપિયા પર બંધ થયો હતો, જો કે આજે ગુરૂવારે અચાનક જ શેર 153 રૂપિયાના લેવલ પર પહોંચી ચૂક્યો છે, જે તેનું ઓલ ટાઈમ હાઈ લેવલ છે. માર્કેટ કેપની વાત કરીએ તો શેરમાં સતત તેજીની સાથે 89,066 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.
IPO છેલ્લા દિવસ સુધી કૂલ 17.60 ગણો સબ્સક્રાઈબ્ડ થયો હતો
ગ્રોની પેરેન્ટ કંપની Billionbrains Garage Venturesનો આઈપીઓ 4 નવેમ્બરે સબ્સક્રિપ્શન માટે ઓપન થયો હતો અને તેમાં રોકાણકારોએ 7 નવેમ્બર સુધી બોલી લગાવી હતી. ગ્રોના શેર 12 નવેમ્બરે 14 ટકા પ્રિમિયમની સાથે શેરમાર્કેટમાં લિસ્ટ થયા હતા. જો કે તેનું પ્રાઈઝ બેન્ડ 100 રૂપિયા હતું અને માર્કેટમાં લિસ્ટિંગ 114 રૂપિયા પર થયું હતું. સબ્સક્રિપ્શનની વાત કરીએ તો રોકાણકારોને ગ્રોના આઈપીઓથી જોરદાર રિસ્પોન્સ મળ્યો હતો અને છેલ્લા દિવસ સુધી કૂલ 17.60 ગણો સબ્સક્રાઈબ્ડ થયો હતો. આ આઈપીઓનો રિટેલ ભાગ 9.43 ગણો ભરાયો હતો. જણાવી દઈએ કે આઈપીઓ હેઠળ કંપનીએ 10.60 કરોડ ફ્રેશ શેર જાહેર કર્યા હતા, જેની વેલ્યુ 1,060 કરોડ રૂપિયા હતા પણ 55.72 કરોડ શેરને ઓફર ફોર સેલ દ્વારા ખરીદી માટે રજૂ કર્યા હતા.
રોકાણકારને સીધો જ 8,025 રૂપિયાનો ફાયદો
ગ્રો-આઈપીઓની કૂલ સાઈઝ 6,632.30 કરોડ રૂપિયા હતી અને તેના માટે 150 શેરની લોટ સાઈઝ નક્કી કરવામાં આવી હતી. પ્રાઈઝ બેન્ડની ગણતરીથી કોઈ પણ રોકાણકારને આ શેર માટે ઓછામાં ઓછા 15,000 રૂપિયાનું રોકાણ કરવાનું હતું, હવે જે રોકાણકારને આઈપીઓનું અલોટમેન્ટ થયું હશે અને તેને જો અત્યાર સુધી હોલ્ડ કર્યું હશે તો તેનું રોકાણ વધીને 23,025 રૂપિયા થઈ ગયું હશે. એટલે કે પ્રત્યક્ષ 1 લોટ પર રોકાણકારને સીધું જ 8,025 રૂપિયાનો ફાયદો થયો.
ડિસ્કલેમર: શેરબજારમાં રોકાણ કરતા પહેલા નાણાકીય નિષ્ણાતની સલાહ અવશ્ય લેવી. સંદેશ ન્યુઝ કોઈ પણ પ્રકારના રોકાણ માટે પ્રોત્સાહિત કરતું નથી.