પીએમ મોદીએ જીએસટીમાં સુધારો થવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે દિવાળી સુધીમાં જનતાને મોટી ભેટ મળશે. ત્યારે આવો જાણીએ નવા જીએસટી ટેક્સ સ્લેબની જાહેરાત થયા તો તેમાં શું સસ્તુ અને શું મોંઘુ થઇ શકે છે.


દિવાળી પર મળશે ભેટ 

કહેવામાં આવી રહ્યું છે કે સપ્ટેમ્બર માસમાં જીએસટી કાઉન્સિલની મીટિંગમાં જીએસટીને લઇને કેટલાક ફેરફાર થઇ શકે છે. જે બાદ દિવાળી પહેલા જ માર્કેટ પર તેની અસર જોવા મળશે. GST 2.0ની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. જેમાં ખાવા પીવાથી લઇને કાર અને ટીવીઓ સહિત અનેક સામાનની કિંમતોમાં બદલાવ આવી શકે છે. તો કેટલીક બાબતોમાં તમારા ખિસ્સા પર બોજ વધી શકે છે.

શું આવશે ટેક્સ સ્લેબમાં બદલાવ ? 

અત્યારે દેશમાં 4 ટેક્સ સ્લેબ છે. 5%, 12%, 18% અને 28%. પરંતુ GST 2.0માં 12%, 28% વાળા ટેક્સ સ્લેબ બંધ કરી દેવાશે. જેનો અર્થ એ છે કે જે પ્રોટક્ડ 12 ટકાના ટેક્સમાં હતા તે 5 ટકામાં આવી જશે અને જે 28 ટકામાં હતા તે 18ટકામાં શિફ્ટ થઇ જશે. જેનાથી ખાવા પીવાની ચીજ વસ્તુઓ, ઘરેલુ સામાન અને નાની કાર સસ્તી થશે.જો GST કાઉન્સિલ તેની બેઠકમાં 12% અને 28% સ્લેબ દૂર કરવામાં આવે તો આવો જાણીએ કઇ વસ્તુઓના ભાવ ઘટી શકે તે જાણીએ. 
શું થશે મોંઘુ ?

  • સરકાર નવો 40 ટકાનો ટેક્સ સ્લેબ લાવવાની તૈયારી કરી રહી છે. જેમાં એવા પ્રોડક્ટ હશે તે સમાજ માટે નુકસાનકારક ગણાય છે.
    જેમાં દારુ, તંબાકૂ, સિગરેટ, ડ્રિંક્સ, ફાસ્ટ ફૂડ જેવી અનેક વસ્તુઓનો સમાવેશ થાય છે.
    આ ઉપરાંત કેટલીક લક્ઝરી ચીજ વસ્તુઓનો પણ તેમાં સમાવેશ કરાવામાં આવશે.
શું થશે સસ્તુ ?
  • એસી, ટીવ ફ્રિજ જેવી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ 28 ટકાના ટેક્સ સ્લેબમાં આવતી હતી તેને 18 ટકાના ટેક્સ સ્લેબમાં લવાશે.
  • એટલે કે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પર 1500થી 2500 રૂપિયાની બચત થશે. 32 ઇંચનું ટીવી પણ સસ્તુ થઇ શકે છે.
  • GST સુધારા પછી જે વસ્તુઓ પર અત્યાર સુધી 12% ટેક્સ લાગતો હતો તે સીધી 5% સ્લેબમાં આવશે.
  • ભુજિયા, નમકીન, કેચઅપ, બટાકાની ચિપ્સ, પેક્ડ જ્યુસ, પાસ્તા, નૂડલ્સ, માખણ, ઘી, ચીઝ, લસ્સી, કન્ડેન્સ્ડ મિલ્ક જેવી વસ્તુઓ સસ્તી થશે.
  • આ બધી વસ્તુઓ સામાન્ય માણસની દૈનિક જરૂરિયાતોમાં શામેલ છે જેમાં ભાવમાં ઘટાડો થવાથી રાહતની લાગણી અનુભવાશે. 
નવા ટેક્સ સ્લેબમાં શું થશે સસ્તુ અને મોંઘુ ? 
પ્રોડક્ટ સસ્તી મોંઘી
વૈભવી કાર NO28% થી 40% સ્લેબમાં
AC, TV, ફ્રિજ28% થી 18% સ્લેબમાંNO
નાની કાર28% થી 18% સ્લેબમાં NO
હેલ્થ ઇન્સ્યોરન્સ 18% થી 5% અથવા શૂન્યNO
શરાબ, તંબાકૂNO 28% થી 40% સ્લેબમાં 
સુગર ડ્રિંક્સNO18% થી 40% સ્લેબમાં
ફાસ્ટ ફૂડNO18% થી 40% સ્લેબમાં
દૂધ, દહીં, ઘી12% થી 5% સ્લેબમાં NO

  • Follow us on: