મિત્રો GST કાઉન્સિલની 56મી બેઠકમાં સરકાર તરફથી કાઉન્સિલે આરોગ્ય વીમા પરનો 18% ટેક્સ દૂર કરવાનો નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણયથી આમ આદમી ભારે ખુશ થયો હતો પરંતુ જનતાના આ રાજીપાને જાણે મોંઘવારીની નજર લાગી ગઈ હોય કઈક એવો ઘાટ ઘડાયો છે. મળતી માહિતી મુજબ વીમા કંપનીઓ પ્રીમિયમ દરમાં 3 થી 5% વધારો કરી શકે છે.
પ્રીમિયમ દરમાં 3 થી 5% વધારો!
GST કાઉન્સિલની 56મી બેઠકમાં સરકાર તરફથી GST દરમાં મોટા ફેરફાર જાહેર થયા બાદ લોકોને પણ મોંઘવારીથી રાહત મળશે એવી આશા બંધાઈ છે અને એમાંય ખાસ કરીને સરકારે આરોગ્ય અને જીવન વીમા પોલિસી પરનો GST દર 18% થી ઘટાડીને શૂન્ય કરવાનો નિર્ણય લીધો એ બાદ તો સામાન્ય જનતાને જાણે જમાવટ પડી ગઈ હતી, પરંતુ તાજેતરમાં એક પ્રાઇવેટ સંસ્થા તરફથી જાહેર થયેલા એક રિસર્ચ રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે પોલિસીધારકોને સસ્તા પ્રીમિયમ દરનો લાભ મળશે નહીં. ઇનપુટ ટેક્સ ક્રેડિટ ન મળવાને કારણે વીમા કંપનીઓ પ્રીમિયમ દરમાં 3 થી 5% વધારો કરી શકે છે.
સસ્તા પ્રીમિયમ દરનો લાભ નહીં મળે!
આરોગ્ય અને જીવન વીમા પર 22 સપ્ટેમ્બર 2025 એટલે કે નવરાત્રિના પહેલા દિવસથી કોઈ GST લાગુ પડશે નહીં એવા સમાચાર વહેતા થયા બાદ જનતાને એમ કે હવે પોલિસીધારકોને સસ્તા પ્રીમિયમ દરનો લાભ મળશે, પરંતુ અહિયાં વાર્તામાં એક વિચિત્ર વળાંક આવ્યો છે. એક પ્રાઇવેટ સંસ્થા તરફથી જાહેર થયેલા રિપોટ મુજબ આરોગ્ય વીમા પર GST નાબૂદ થવાથી ગ્રાહકોને લાભ થવાને બદલે પ્રીમિયમમાં વધારો સહન કરવો પડી શકે છે. GST નાબૂદ થવાથી વીમા કંપનીઓને ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ નહીં મળે.
આ કારણે પોલિસી દરોમાં થશે વધારો
સરકારના આ નિર્ણય પહેલા વીમા કંપનીઓ એજન્ટોના કમિશન, જાહેરાત, પુનર્વીમા વગેરે જેવા તેમના ઓપરેશનલ ખર્ચ પર ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ લેતી હતી, પરંતુ હવે આરોગ્ય વીમા પરનો 18% ટેક્સ દૂર થવાને કારણે આ કંપનીઓ હવે ITC નો દાવો કરી શકશે નહીં. સરકારના આ નિર્ણય બાદ આરોગ્ય વીમા પરનું માળખાકીય ખાતું વધારે ખર્ચાળ બનશે અને આજ કારણથી તેની ભરપાઈ કરવા માટે વીમા કંપનીઓ પોલિસી દરોમાં 3-5% વધારો કરી શકે છે.