દરરોજ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવે છે જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડે છે. સવારે 6 વાગ્યે દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) નવીનતમ દરો જાહેર કરે છે જે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ફેરફાર અને ડોલર-રૂપિયાના વિનિમય દર પર આધારિત છે. આ ફેરફારો રોજિંદા જીવનને અસર કરે છે જેનાથી તમામ લોકોનું બજેટ ખોરવાય છે.

ગુજરાતમાં શું છે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ

શહેરપેટ્રોલ ભાવડીઝલ ભાવ
અમદાવાદ94.4990.16
ભાવનગર96.1091.77
ગાંધીનગર 94.7190.39
જામનગર94.5090.17
રાજકોટ94.8590.54
સુરેન્દ્રનગર95.1790.87
વડોદરા94.2389.90

દેશભરમાં શું છે કિંમત?


શહેરપેટ્રોલ ભાવ ડીઝલ ભાવ

નવી દિલ્હી94.7287.62
મુંબઈ104.2192.15
બેંગલુરુ102.9289.02


પેટ્રોલ અને ડીઝલ કેમ મોંઘું થાય?

કેન્દ્ર અને અનેક રાજ્યો દ્વારા કરવેરા ઘટાડા પછી મે 2022થી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં વધઘટ થતી હોવા છતાં ભારતીય ગ્રાહકો માટે ભાવ તુલનાત્મક રીતે સ્થિર રહ્યા. પેટ્રોલ અને ડીઝલ મુખ્યત્વે ક્રૂડ ઓઇલમાંથી ઉત્પન્ન થાય છે. જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ વધે છે ત્યારે તેની સીધી અસર ભારતીય બજાર પર પડે છે. ભારત તેનું મોટાભાગનું ક્રૂડ ઓઇલ આયાત કરે છે અને તે ડોલરમાં ખરીદવામાં આવે છે. જો રૂપિયો નબળો પડે છે તો ઇંધણ મોંઘુ થાય છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો પેટ્રોલ અને ડીઝલ પર ભારે કર વસૂલ કરે છે જે છૂટક ભાવનો મોટો હિસ્સો બનાવે છે. આ જ કારણ છે કે રાજ્યોમાં ભાવમાં તફાવત છે. જો બજારમાં ઇંધણની માંગ વધે છે તો કિંમતો પણ વધવા લાગે છે. ખાસ કરીને તહેવારો, ઉનાળો કે શિયાળાની ઋતુમાં, ઇંધણનો વપરાશ વધુ થાય છે.

SMS દ્વારા તમારા શહેરના ભાવ ચેક કરો

ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો: તમારા શહેરનો કોડ લખો અને તેને RSP લખીને 9224992249 પર મોકલો.

BPCL ગ્રાહકો: RSP લખીને 9223112222 પર મોકલો.

HPCL ગ્રાહકો: HP કિંમત લખો અને તેને 9222201122 પર મોકલો.