H1-B વિઝા માટેના નિયમોમાં અમેરિકાએ ફેરફાર કર્યોછે . હવેથી H1-B વિઝા માટેની એપ્લિકેશન ફીમાં વધારો કર્યો છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયને લઇને અમેરિકામાં હડકંપ મચ્યો છે. ખાસ કરીને મેટા અને માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓએ પોતાના કર્મચારીઓને દેશ ન છોડવા અપીલ કરી રહી છે. શનિવાર સવારે ડોનાલ્ડ ટ્રમ્પે H1-B વિઝા ફી વધારવાનો નિર્ણય લીધો. જે બાદ મેટા અને માઇક્રો સોફ્ટએ 14 દિવસ સુધી અમેરિકાથી બહાર ન જવા કહ્યું છે.
જ્યારે અમેરિકાથી બહાર ગયેલા લોકોને કોઇ પણ સંજોગોમાં અમેરિકામાં 24 કલાકમાં જ આવી જવા અપીલ કરવામાં આવી છે. સાથે જ H1-B વિઝા ધારકોને 14 દિવસ માટે દેશમાંથી બહાર ન જવા માટે કહેવામાં આવ્યું છે. મેટા અને માઇક્રોસોફ્ટે અમેરિકાથી બહાર રહેતા કર્મચારીઓને ઇમેઇલ દ્વારા આ માહિતી આપી છે.
મેટા-માઈક્રોસોફ્ટે નોટિસ મોકલી
વિદેશી કર્મચારીઓને ઈમેલમાં નોટિસ આપવામાં આવી છે. મેટાએ H1-B અને H4 વિઝા ધારકોને 24 કલાકની અંદર યુએસ પાછા ફરવા કહ્યું છે. માઇક્રોસોફ્ટે એમ પણ કહ્યું છે કે H1-B વિઝા ધારકોએ 14 દિવસ સુધી દેશ છોડવો જોઈએ નહીં, નહીં તો તેમને પાછા ફરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
એમેઝોનએ પણ નોટિસ મોકલી
યુએસમાં એમેઝોન પાસે સૌથી વધુ H1-B વિઝા ધારકો છે. એક અહેવાલ મુજ એમેઝોને તમામ કર્મચારીઓને નોટિસ આપી છે તેમાં કહેવામાં આવ્યું છે કે જો તમારી પાસે H1-B વિઝા છે, તો કૃપા કરીને હાલ પૂરતું યુએસમાં રહો.
H1-B વિઝા પર શું છે ટ્રમ્પનો આદેશ ?
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે H1-B વિઝા ફીમાં $100,000 (આશરે ₹90 લાખ)નો વધારો કરતા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. આ આદેશ આવતીકાલે, 21 સપ્ટેમ્બરથી અમલમાં આવશે અને 12 મહિના સુધી અમલમાં રહેશે. ત્યારબાદ ટ્રમ્પ તેને વધુ લંબાવી શકે છે
