હાથી સિમેન્ટ અને સિધ્ધી સિમેન્ટ જેવી વિશ્વસનીય બ્રાન્ડ્સ ધરાવતી સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડે 70 વર્ષના વિશ્વાસના વારસાને આગળ વધારતાં વોટરપ્રૂફિંગ, બોન્ડિંગ, રિપેર અને ટાઇલ ગ્રાઉટિંગ માટે અદ્યતન કન્સ્ટ્રક્શન કેમિકલ્સની નવી શ્રેણી રજૂ કરી છે.બાંધકામ ક્ષેત્રની બદલાતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલી આ શ્રેણી સાથે કંપનીએ પાયાથી લઈને ફિનિશિંગ સુધીના સંપૂર્ણ બાંધકામ ઉકેલો પૂરા પાડવાના પોતાના “ફાઉન્ડેશન ટુ ફિનિશ” અભિગમને વધુ મજબૂત બનાવ્યો છે. ગુજરાતના વિકાસમાં મજબૂત સાથી રહેલી હાથી સિમેન્ટ–સિધ્ધી સિમેન્ટે ગુણવત્તા, વિશ્વસનીયતા અને સેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાથી ગ્રાહકો, ડીલરો, એન્જિનિયરો, કોન્ટ્રાક્ટરો અને રાજમિસ્ત્રીઓનો વિશ્વાસ મેળવ્યો છે.
બાંધકામના મિશ્રણમાં ઉમેરવા માટેનું વોટરપ્રૂફિંગ કમ્પાઉન્ડ
આ નવી શ્રેણી દ્વારા કંપની વોટરપ્રૂફિંગ, બોન્ડિંગ, રિપેર અને ટાઇલ ગ્રાઉટિંગના ક્ષેત્રમાં પણ આ જ વિશ્વાસને આગળ લઈ જઈ રહી છે.નવી શ્રેણીમાં વોટરપ્રૂફિંગ, બોન્ડિંગ અને રિપેર માટે હાથી લેટેક્સપ્રો SBR, 1, 5, 10 અને 20 કિલોના પેકમાં ઉપલબ્ધ છે.બાંધકામના મિશ્રણમાં ઉમેરવા માટેનું વોટરપ્રૂફિંગ કમ્પાઉન્ડ હાથી પ્રોપ્રૂફ WP અને વોટરપ્રૂફિંગ સાથે મિશ્રણની કાર્યક્ષમતા સુધારતું પ્લાસ્ટિસાઇઝિંગ એડમિક્સચર હાથી પ્રોપ્રૂફ પ્લસ,બંને 1, 5, 10 અને 20 લિટરના પેકમાં ઉપલબ્ધ છે.આ ઉપરાંત,ત્રણ ભાગમાં આવતું ઇપોક્સી ટાઇલ ગ્રાઉટ હાથી પ્રો ઇપોક્સી ગ્રાઉટ, 1 અને 5 કિલોના પેકમાં તથા પ્રીમિયમ સિમેન્ટ આધારિત હાથી પ્રો ગ્રાઉટ, 1 કિલોના પેકમાં રજૂ કરવામાં આવ્યું છે.
