દેશની સૌથી મોટી ખાનગી બેન્ક HDFC બેન્કે નાણાકીય વર્ષ 2025-26ના ચોથા ત્રિમાસિક (Q4) માટેના મજબૂત પરિણામો જાહેર કર્યા છે. બેન્કે 31 માર્ચ 2026 સુધીના સમયગાળામાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી છે, જે તેના મજબૂત વ્યાપાર પ્રદર્શનને દર્શાવે છે. આ ત્રિમાસિક દરમિયાન બેન્કનો નેટ પ્રોફિટ વર્ષ દર વર્ષે 9.1 ટકા વધીને 19,221.1 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે, જ્યારે ગયા વર્ષે આ જ સમયગાળામાં તે 17,616.1 કરોડ રૂપિયા હતો.


અગાઉ બેન્કે 2.50 રૂપિયાનું સ્પેશિયલ ડિવિડન્ડ આપ્યું હતું

બેન્કના બોર્ડે શેરહોલ્ડર્સ માટે પ્રતિ ઈક્વિટી શેર 13 રૂપિયાનો ફાઈનલ ડિવિડેન્ડ જાહેર કરવાની ભલામણ કરી છે. નોંધનીય છે કે ઓગસ્ટ 2025માં બેન્કે પહેલાથી જ 2.50 રૂપિયાનું સ્પેશિયલ ડિવિડન્ડ આપ્યું હતું. આમ, સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાન રોકાણકારોને પ્રતિ શેર કુલ 15.50 રૂપિયાનું વળતર મળ્યું છે. સમગ્ર વર્ષ માટે બેન્કનો કુલ નફો 10.9 ટકા વધીને 74,671.3 કરોડ રૂપિયા રહ્યો છે.

બેન્કની એસેટ ક્વોલિટી પણ સુધરી

ડિવિડન્ડ માટે 19 જૂન 2026ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી છે. આ તારીખે જેમના ડિમેટ ખાતામાં બેન્કના શેર હશે, તેઓ ડિવિડેન્ડ મેળવવા પાત્ર બનશે. બેન્કની એસેટ ક્વોલિટી પણ સુધરી છે. ગ્રોસ એનપીએ (GNPA) 1.33 ટકાથી ઘટીને 1.15 ટકા થયો છે, જ્યારે નેટ એનપીએ 0.38 ટકા રહ્યો છે. સાથે જ નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ (NII) 3.2 ટકા વધીને 33,080 કરોડ રૂપિયા થઈ છે, જે બેન્કની સ્થિર વૃદ્ધિ દર્શાવે છે.

આ પણ વાંચો : ICICI Bank Q4 Results : માર્ચ ક્વાર્ટરમાં નફો 8% વધ્યો, NPAમાં થયો ઘટાડો

 ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.



  • Follow us on: