દિલ્હીના એક સોફ્ટવેર એન્જીનિયર, જે હાલ જર્મનીમાં કામ કરી રહ્યા છે. તેમણે માત્ર 6 વર્ષની અંદર જ 53 લાખની હોમલોન પૂરી કરી દીધી છે. Reddit પર શેર કરેલી પોસ્ટમાં તેમણે લખ્યુ કે,મે સપ્ટેમ્બર 2029માં હોમ લોન લીધી હતી અને નવેમ્બર 2025માં તેને પૂરી કરી દીધી છે. તેમણે આને મોટી ઉપલબ્ધિ બતાવતા કહ્યુ કે આ યાત્રા સરળ નથી રહી. પરંતુ આનાથી અનેક મહત્વની વાતો શીખવા મળી છે.

https://www.reddit.com/r/delhi/comments/1optoat/i_paid_off_my_53_lakh_home_loan_in_6_years_heres/?utm_source=share&utm_medium=web3x&utm_name=web3xcss&utm_term=1&utm_content=share_button


માનસિક દબાણ જ સાચો પડકાર

એન્જીનિયરે લખ્યુ કે જો તમે વધારે વિચારો છો અથવા ચિંતિત રહેતા હોવ તો હોમ લોન ન લો. તેમણે જણાવ્યું કે EMIનો તણાવ દર મહિને અનુભવાય છે અને જો આર્થિક યોજના મજબૂત ન હોય તો આ ભાર વધુ થઈ જાય છે.

સમયસર યોજના બનાવવી જરૂરી

તેમનો બીજો પાઠ હતો કે કોઈ પણ લોન લેતા પહેલા મિત્રો, પરિવાર અથવા ફાઇનાન્સિયલ એક્સપર્ટ્સની સલાહ લેવી જરૂરી છે. તેમણે કહ્યું કે લોન સાથે આવતી જવાબદારીઓને પહેલા સમજવું વધુ સારું છે જેથી બાદમાં પસ્તાવો ન થાય.

વિદેશમાં કામ કરવું મદદરૂપ બન્યું

તેમણે જણાવ્યું કે 2021માં જર્મની ગયા બાદ તેમની આવક વધી, જેના કારણે તેઓ લોન ઝડપથી ચૂકવી શક્યા. તેમણે લખ્યું, વિદેશમાં રહીને બચત વધારવી સરળ થઈ અને એ જ મને વ્યાજ બચાવવા મદદરૂપ થયું.

ઘર ખરીદવું માત્ર ‘સપનું’ નથી, જવાબદારી પણ છે

તેમણે સ્પષ્ટ કહ્યું કે ઘર ખરીદવું ભાવનાત્મક રીતે આનંદદાયક હોય છે, પરંતુ સાથે જ મેઇન્ટેનન્સ અને ખર્ચ પણ આવે છે. તેમણે લખ્યું, ઘરના માલિક હોવું એટલે તેની દરેક સમસ્યા માટે જવાબદાર પણ હોવું.

નેટવર્થ અને લિક્વિડિટીનો ફરક સમજવો

તેમણે જણાવ્યું કે તેમની ઘર હાલ 1 કરોડ રૂપિયાના મૂલ્યનું છે, પરંતુ બેન્ક અકાઉન્ટ લગભગ ખાલી છે. એટલે કાગળ પર અમીર દેખાવા અને વાસ્તવમાં પૈસા હોવા, આ બંને અલગ બાબતો છે. તેમણે કહ્યું, યોજના બનાવવી જરૂરી છે, નહીંતર લોનમાંથી બહાર આવતા વર્ષોના વર્ષ વિતી જશે.

સોશિયલ મીડીયા પર શુભેચ્છાઓ

તેમની પોસ્ટ પર હજારો યૂઝર્સે તેમને અભિનંદન આપ્યા. એક યૂઝરે લખ્યું, “EMIના તણાવથી મુક્ત થવું સૌથી મોટી જીત છે, ઉજવણી જરૂર છે!” બીજા યૂઝરે કહ્યું, “તમારી કહાની પ્રેરણાદાયક છે, તેમાં મહેનત અને શિસ્ત બંને જોવા મળે છે.