નેશનલ હાઇવે પર ટોલના નિયમોમાં બદલાવ થવા જઇ રહ્યો છે. જો તમારી ગાડી પર વૈદ્ય અને ચાલુ ફાસ્ટેગ નથી તો તમારે સામાન્ય ટોલની સામે 1.25 ઘણો ટોલ ચુકવવો પડશે. પરંતુ તેના માટે તમારે UPIથી પેમેન્ટ કરવું પડશે. આ નવો નિયમ આ વર્ષે 15મી નવેમ્બરથી દેશભરમાં લાગુ થઇ જશે. સરકારે શનિવારે આ જાણકારી આપી છે અને કહ્યુ કે પૈસાની લેવડદેવડ ઓછી કરવા માટે આ નિયમ લાવવામાં આવ્યો છે. આપને જણાવી દઇેએ કે જે ગાડીએ ફાસ્ટેગ નથી લીધો અથવા બંધ છે, રિચાર્જ નથી થતુ એ ગાડીઓએ બેગણો ટેક્સ આપવો પડશે.
રોકડામાં ચુકવણી કરવાથી બમણો ટોલ લાગશે.
માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે ડિજિટલ ચુકવણીને પ્રોત્સાહન આપવા અને નોન-ફાસ્ટૅગ વપરાશકર્તાઓ માટે રોકડ લેવડદેવડને સમાપ્ત કરવા માટે ભારત સરકારે રાષ્ટ્રીય હાઇવે ફી (દરનો નિર્ધારણ અને વસૂલાત) નિયમ, 2008માં સુધારો કર્યો છે। મંત્રાલયે જણાવ્યું કે,નવા નિયમ હેઠળ માન્ય અને સક્રિય ફાસ્ટૅગ વગર ટોલ પ્લાઝા પર પ્રવેશ કરતી વાહનોમાંથી રોકડમાં ચુકવણી કરતી હોય તો તેમને ટોલની બમણી રકમ ચૂકવવી પડશે. આગળ જણાવ્યુ કે એવા વપરાશકર્તાઓ જે યૂપીઆઈ મારફતે ટોલ ચુકવે છે, તેમની પાસેથી લાગુ ટોલ ફીનું ફક્ત 1.25 ઘણો વધુ શુલ્ક લેવાશે
