ઘણા લોકો ઘરના ઘરનું સ્વપ્ન પૂરું કરવા માટે હોમ લોન લઈ લેતા હોય છે અને ત્યાર બાદ લોનની ચુકવણી માટે લાંબાગાળા માટે SIPનો વિકલ્પ પસંદ કરતાં હોય છે, ત્યારે આ લેખમાં તમે નિષ્ણાતોના મત મુજબ જાણશો કે લોનની ચુકવણી માટે આ વિકલ્પ કેટલો યોગ્ય.
શું છે EMI + SIP રણનીતિ?
લોન કોઈ પણ પ્રકારની હોય પરંતુ તેની સાથે દર મહિને વ્યાજ સાથે આવતી EMI એ ખરા અર્થમાં એક મોટો નાણાકીય નિર્ણય છે અને તેને ચૂકવવા માટે, દર મહિને એક ચોક્કસ રકમ નાણાકીય આવાકમાંથી અલગ રાખવી પડતી હોય છે. એવામાં EMI + SIP વ્યૂહરચનાનો અર્થ એ છે કે તમે તમારા માસિક EMI ઉપરાંત જો તમે SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં એક ચોક્કસ આવક દર મહિને બચતના રૂપમાં જમાં કરો છો તો ભવિષ્યમાં એક મોટું ફંડ જમા થાય છે જે તમારા હોમ લોનનો બોજ ઘટાડી શકે છે.
SIP કેટલો નફો આપી શકે?
નિષ્ણાતોના મત મુજબ SIPમાં કરવામાં આવતું રોકાણ એ બજારના જોખમ પર આધારિત છે, પરંતુ લાંબા ગાળાનું રોકાણ એકંદરે લાભદાયક રહેતું હોય છે. ઉદાહરણ તરીકે જો 80 લાખ રૂપિયાની હોમ લોન 15 વર્ષમાં માટે લીધી છે તો EMI લગભગ 78,500 રૂપિયા થશે, પરંતુ જો તમે આ કેસમાં હોમ લોન 20 વર્ષ માટે લો છો તો EMI ઘટીને 69,000 રૂપિયા થઈ જાય છે અને બાકીનો તફાવત લગભગ 9,500 રૂપિયા નીકળશે. જો તમે 20 વર્ષ માટે સારી SIPમાં દર મહિને 9,500 રૂપિયાનું રોકાણ કરો છો અને 12-13% વાર્ષિક વળતર મળે છે, તો 20 વર્ષમાં આ SIP લગભગ ₹95 લાખથી ₹1 કરોડનું ફંડ બનાવી શકે છે.
આ વ્યૂહરચનાનો ફાયદો બજાર પર નિર્ભર
આપણે આ આખી વાત સમજવા માટે જે રીતે 12-13% વાર્ષિક વળતર અંગે વાત કરી તેમાં ફેરફાર પણ થઈ શકે છે, કેમકે SIP તરફથી જમા થતું વળતર બજારના સારા પ્રદર્શન પર આધાર રાખે છે. જો બજાર લાંબા ગાળે નીચું જાય છે અને મ્યુચ્યુઅલ ફંડમાંથી વળતર તમારા લોનના વ્યાજ દર કરતા ઓછું હોય, તો આ વ્યૂહરચના નુકસાન પહોંચાડી શકે છે. નિષ્ણાતોના મત મુજબ આ યોજના સારી છે પણ માત્ર એવા લોકો માટે કે જેમની આવક સ્થિર છે . બેરોજગારી અને આવકમાં ઘટાડો થવાની હાલતમાં મુશ્કેલી વધી શકે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી ફક્ત જાણકારી માટે છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે શેર બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.
