એશિયાના બે અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીએ એક બીજા સાથે જબરદસ્ત ડીલ કરી છે. જે બાદ ફ્યૂલ સેક્ટરની તસવીર બદલાઇ શકે છે. ગૌતમ અદાણીની કંપની અદાણી ટોટલ ગેસ લિમિટેડ એ મુકેશ અંબાણીની જીઓ બીપી (રિલાયન્સ બીપી મોબિલિટી લિમિટેડની મોબિલિટી બ્રાંડ) ને દેશભરમાં ઓટો ફ્યુઅલ રિટેલ સિનારિયો બદલવા માટે રણનીતિક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. આ નવા કરાર હેઠળ કેટલાક અદાણી ટોટલ ગેસ લિમિટેડ ફ્યુઅલ સ્ટેશન જીઓ-બીપીના હાઇ પર્ફોમન્સ પેટ્રોલ અને ડીઝલ વેચશે.
ફ્યુઅલ સેક્ટરનું બદલાશે ચિત્ર
જ્યારે ATGL ની CNG ડિસ્પેન્સિંગ યુનિટને ATGLના અધિકૃતિ ભૌગોલિક ક્ષેત્રોની અંદર નક્કી કરાયેલા જિઓ-બીપી આઉટલેટમાં ઇન્ટીગ્રેટેડ કરવામાં આવશે. આ ડીલથી ક્લિન અને એફિશિયન્ટ ફ્યુઅલ ઓપ્શનની આખી ચેઇન એક્સપાન્ડ થશે જેનાથી લાખો ભારતીય મોટર ચાલકોની સેવામાં સુધારો થશે.
ATGL,અદાણી ગ્રુપ અને ટોટલ એનર્જી જોઇન્ટ વેન્ચર, ભારતની સૌથી મોટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓમાંથી એક છે. જે વર્તમાનમાં 650થી વધારે સીએનજી સ્ટેશન સંચાલિત કરે છે. જે ઘરો, વાણિજ્યિક પ્રતિષ્ઠાનો અને ટ્રાન્સપોર્ટ સેક્ટરને નેચરલ ગેસ પ્રદાન કરે છે. કંપની કંપ્રેસ્ડ બાયોગેસ, ઇવી ચાર્જિંગ અને એલએનજી સોલ્યુશન પણ પ્રદાન કરે છે. જ્યારે જિઓ બીપી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને બીપીનું જોઇન્ટ વેન્ચર છે. જેની પાસે દેશ ભરમાં 2000થી વધારે રિટેઇલ દુકાનોનું મજબૂત નેટવર્ક છે. કંપની ફ્યુલ રિટેલ સેલ્સ, મોબિલિટી સોલ્યુશન્સ અને ઓછા કાર્બન ઓપ્શન પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. જેમાં ઇવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એડવાન્સ ફેસિલીટીનો સમાવેશ થાય છે.
ગ્રાહકોને સારા અનુભવ માટે અમે પ્રતિબદ્ધ- સાર્થક બેહુરિયા
જિઓ-બીપીના ચેરમેન સાર્થક બેહુરિયાએ કહ્યું કે જીઓ-બીપી હંમેશાથી ગ્રાહકોને સારો અનુભવ આપવા માટે પ્રતિબદ્ધ રહ્યુ છે અને આ ભાગીદારીમાં એકબીજાની તાકાતનો લાભ ઉઠાવવાની તક આપે છે. અદાણી ટોટલ ગેસ લિમિટેડએ કાર્યકારી નિર્દેશક અને મુખ્ય કાર્યકારી અધિકારી સુરેશ પી મંગલાનીએ કહ્યં કે અમારા આઉટલેટ પર હાઇ ક્વોલિટી વાળા ફ્યુઅલની આખી રેંજ ઉપલબ્ધ કરવી તે અમારો સહિયારો લક્ષ્ય છે.
