જો તમે દેશની સૌથી મોટી પ્રાઇવેટ બેંક એચડીએફસી બેંક ના ગ્રાહક છો અને યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઈ દ્વારા લેવડ-દેવડ કરો છો, તો આ સમાચાર તમારા માટે કામના છે આ દરમિયાન ગ્રાહકોને યુપીઆઈ સેવાઓમાં અસ્થાયી વિક્ષેપનો સામનો કરવો પડી શકે છે. બેંકનું કહેવું છે કે આ અપગ્રેડ તેની ડિજિટલ સેવાઓની ગુણવત્તા (ડિજિટલ સર્વિસની ક્વોલિટી) અને સુરક્ષાને વધુ સારી બનાવવા માટે કરવામાં આવી રહ્યું છે.
HDFC બેંકે ગ્રાહકોને અપીલ કરી
8 નવેમ્બર, 2025ના રોજ સવારે 2:30 વાગ્યાથી 6:30 વાગ્યા સુધી (લગભગ 4 કલાક) અને 15 નવેમ્બર 2025ના રોજ મધ્યરાત્રિ 12:00 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી (લગભગ 90 મિનિટ) સિસ્ટમ મેઇન્ટેનન્સનું કામ ચાલશે HDFC બેંકે ગ્રાહકોને અપીલ કરી છે કે તેઓ આ સમય દરમિયાન લેવડ-દેવડ માટે PayZapp વૉલેટ અથવા અન્ય વૈકલ્પિક માધ્યમોનો ઉપયોગ કરે. બેંકે કહ્યું છે, કે આ અસ્થાયી વિક્ષેપ માત્ર મેઇન્ટેનન્સના સમયગાળા સુધી મર્યાદિત રહેશે અને તે પછી તમામ સર્વિસ સામાન્ય રીતે ઉપલબ્ધ થઈ જશે. બેંકે પોતાના મેસેજમાં કહ્યું, “અમે તમારા સહકાર અને ભરોસાની સરાહના કરીએ છીએ. આ સિસ્ટમ અપગ્રેડ અમારા બેંકિંગ અનુભવને વધુ સુરક્ષિત અને ઝડપી બનાવવા માટે છે.
