મોંઘવારીના આ સમયમાં વ્યાજ દરમાં કોઈ ઘટાડો ન થવો એ લાખો સરકારી કર્મચારીઓ અને મધ્યમ વર્ગના રોકાણકારો માટે રાહતના સમાચાર છે.
વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહીં
આ વખતે પણ સરકારે વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન કરીને તેને સ્થિર રાખવાનો નિર્ણય લીધો છે.કેન્દ્રીય નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, 1 એપ્રિલ 2026 થી 30 જૂન 2026 સુધી GPF પર 7.1% વાર્ષિક વ્યાજ મળવાનું ચાલુ રહેશે. નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી આ દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.આ દર માત્ર GPF પૂરતો સીમિત નથી, પરંતુ નીચે મુજબના તમામ સમાન ફંડ્સ પર પણ લાગુ પડશે:
શું છે GPF?
જનરલ પ્રોવિડન્ટ ફંડ એ ખાસ કરીને સરકારી કર્મચારીઓ માટેની બચત યોજના છે. માત્ર સરકારી કર્મચારીઓ માટે આઆ લાગુ પડે છે જેમાં કર્મચારી પોતાની સેલેરીનો અમુક હિસ્સો દર મહિને આ ફંડમાં જમા કરે છે.નિવૃત્તિ સમયે વ્યાજ સાથેની પૂરેપૂરી રકમ કર્મચારીને મળે છે, જે ભવિષ્ય માટે એક સુરક્ષિત મૂડી સમાન છે.પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓ માટેના EPF (8.25%) ના દરો GPF (7.1%) કરતા થોડા વધારે છે. EPF ના દરો નાણાકીય વર્ષ 2023-24 માં નક્કી કરવામાં આવ્યા હતા, જે હાલમાં પણ યથાવત છે.
સરકાર તરફથી મોટો સંકેત
સરકાર દ્વારા વ્યાજ દરોને સ્થિર રાખવાનો આ નિર્ણય આર્થિક સ્થિરતા જાળવી રાખવા તરફનો એક સંકેત માનવામાં આવે છે. જોકે EPF (8.25%) અને GPF (7.1%) વચ્ચેનો 1.15% જેટલો મોટો તફાવત દર્શાવે છે કે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને નિવૃત્તિ ભંડોળ પર હાલમાં વધુ સારું વળતર મળી રહ્યું છે.તેમ છતાં, સરકારી કર્મચારીઓ માટે GPF એ માત્ર રોકાણનું સાધન નથી, પરંતુ સંપૂર્ણપણે સુરક્ષિત અને જોખમમુક્ત ભવિષ્યની ખાતરી આપતી યોજના છે. વ્યાજ દરોમાં વધારો ન થવા છતાં, PPF અને અન્ય નાની બચત યોજનાઓ પ્રત્યે સામાન્ય લોકોનો વિશ્વાસ અકબંધ રહ્યો છે
આ પણ વાંચો: Iran America Conflict: યુદ્ધના કારણે યુએસમાં તમામ વસ્તુઓ થઇ મોંઘી, જનતા પર મોંઘવારીનો વધ્યો બોજો