સામાન્ય પગારદાર કરદાતાઓ અને પેન્શનરો માટે 31 જુલાઈ, 2026એ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ છે. જે વ્યવસાયોને ટેક્સ ઓડિટની જરૂર છે તેમના માટે આ સમયમર્યાદા 31 ઓક્ટોબર, 2026 સુધી લંબાવવામાં આવી છે.


એડવાન્સ ટેક્સ અને TDS પાલન

કરદાતાઓએ માત્ર વાર્ષિક રિટર્ન પર જ નહીં, પરંતુ વર્ષ દરમિયાન થતી એડવાન્સ ટેક્સની ચુકવણી પર પણ ધ્યાન આપવું અનિવાર્ય છે. એડવાન્સ ટેક્સ ચાર હપ્તામાં (જૂન, સપ્ટેમ્બર, ડિસેમ્બર અને માર્ચ) ચૂકવવો પડે છે, જેથી વર્ષના અંતે મોટો બોજ ન આવે. આ ઉપરાંત, TDS (ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ) રિટર્ન ફાઇલ કરવા માટેના ત્રિમાસિક ગાળા (Q1 થી Q4) નક્કી કરવામાં આવ્યા છે. નિયમિત અંતરે ટેક્સની ચુકવણી અને રિટર્ન સબમિટ કરવાથી કરદાતાની પ્રોફાઇલ સ્વચ્છ રહે છે.

ભૂલો સુધારવા માટેના વિકલ્પો: સુધારેલ અને અપડેટેડ રિટર્ન

જો કોઈ કરદાતાથી મૂળ રિટર્ન ફાઇલ કરવામાં ભૂલ થાય અથવા કોઈ આવક દર્શાવવાની રહી જાય, તો આવકવેરા કાયદો તેને સુધારવાની તક આપે છે. સુધારેલ રિટર્ન (Revised Return) દ્વારા ૩૧ ડિસેમ્બર, 2026 સુધીમાં ભૂલો સુધારી શકાય છે. જો આ સમયમર્યાદા પણ ચૂકી જવાય, તો ITR-U (Updated Return) નો વિકલ્પ ઉપલબ્ધ છે, જે આકારણી વર્ષના અંત પછી ૨૪ મહિના સુધી ફાઇલ કરી શકાય છે. જોકે, વિલંબિત રિટર્ન ફાઇલ કરવા પર કલમ 234F હેઠળ દંડ અને વ્યાજ લાગુ થઈ શકે છે.

 કરદાતાની આવકના પ્રકાર પર આધાર 

આવકવેરા વિભાગે કુલ 7  પ્રકારના ફોર્મ સૂચિત કર્યા છે, જે કરદાતાની આવકના પ્રકાર પર આધારિત છે. ITR-1 (સહજ) ₹50 લાખ સુધીની પગારની આવક ધરાવતા લોકો માટે છે, જ્યારે વ્યવસાયિક આવક ધરાવતા લોકો માટે ITR-3 અને ITR-4 (સુગમ) ફોર્મ નક્કી કરવામાં આવ્યા છે. મૂડી લાભ (Capital Gains) ધરાવતા લોકોએ ITR-2 નો ઉપયોગ કરવાનો રહે છે. યોગ્ય ફોર્મની પસંદગી કરવી અત્યંત જરૂરી છે, કારણ કે ખોટું ફોર્મ પસંદ કરવાથી રિટર્ન ખામીયુક્ત (Defective) ગણાઈ શકે છે.

આ પણ વાંચો: Share Market : વિદેશી રોકાણકારોની ભારે વેચવાલી, એપ્રિલ મહિનામાં જ 43,967 કરોડનું કર્યું વેચાણ


  • Follow us on: