જો તમે પણ ઝોમેટો કે સ્વિગી પરથી વારંવાર ઓનલાઈન જમવાનું કે ગ્રોસરી ઓર્ડર કરો છો, તો આ સમાચાર તમારા ખિસ્સા પર સીધી અસર કરી શકે છે. ઇંધણ (પેટ્રોલ અને ડીઝલ) ના સતત વધતા ભાવને કારણે હવે આગામી દિવસોમાં ફૂડ ડિલિવરી અને ક્વિક કોમર્સ પ્લેટફોર્મ પર ઓર્ડર આપવો મોંઘો થઈ શકે છે. એક અહેવાલ અનુસાર, મધ્યપૂર્વ યુદ્ધના કારણે તેલ સંકટ વધતા ભારતમાં ભાવમાં વધારો થયો. પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો આખરે સામાન્ય નાગરિકોના ખિસ્સા પર બોજ બનશે.
પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા ઓનલાઈન ડિલિવરી થશે મોંઘી
વૈશ્વિક સ્તરે ચાલી રહેલા ભૂ-રાજકીય તણાવ અને ક્રૂડ ઓઇલના વધારાને કારણે સ્થાનિક બજારમાં ઇંધણના ભાવમાં પ્રતિ લિટર આશરે ₹4 (આશરે 4%) નો વધારો થયો છે. આ વધારો આગામી સમયમાં ડિલિવરી એપ્સ પર ખર્ચનું દબાણ વધારી શકે છે. ઇંધણના ભાવ વધતા ઓનલાઈન ફૂડ અને ગ્રોસરી મંગાવવું મોંઘુ પડશે. આ સ્થિતિ લાંબો સમય રહેશો તો ઝમેટો અને અન્ય ડિલિવરી પાર્ટનર્સ કંપનીઓ વધુ ચૂકવણી (વધારે પેઆઉટ)ની માંગ કરી શકે છે. આ વધારાના બોજને પહોંચી વળવા માટે કંપનીઓ આંશિક રીતે ગ્રાહકો પર ડિલિવરી ચાર્જ અથવા અન્ય શુલ્ક વધારી શકે છે, જ્યારે કેટલોક ખર્ચ કંપનીએ પોતે ભોગવવો પડી શકે છે.
ઓનલાઈન ડિલિવરી પાછળ કેટલો ખર્ચ
હાલમાં એક ઓર્ડર પાછળ ડિલિવરી પાછળ આટલો ખર્ચ થાય છે. એલારા કેપિટલના અંદાજ મુજબ હાલમાં વિવિધ પ્લેટફોર્મ પર સરેરાશ ડિલિવરી ખર્ચ નીચે મુજબ છે:
- ક્વિક કોમર્સ (ઝડપી ડિલિવરી): પ્રતિ ઓર્ડર ₹35 થી ₹50
- ફૂડ ડિલિવરી: પ્રતિ ઓર્ડર ₹55 થી ₹60
- ઝોમેટો (Zomato) સરેરાશ: પ્રતિ ઓર્ડર આશરે ₹45
- સ્વિગી (Swiggy) સરેરાશ: પ્રતિ ઓર્ડર આશરે ₹55
જો આપણે કુલ ડિલિવરી ખર્ચમાં ઇંધણ (પેટ્રોલ) નો હિસ્સો આશરે 20% ગણીએ, તો પ્રતિ ઓર્ડર ઇંધણનો ખર્ચ ₹9 થી ₹10 ની આસપાસ થાય છે. તાજેતરમાં ઇંધણના ભાવમાં થયેલા 4% ના વધારાને કારણે કંપનીઓને પ્રતિ ઓર્ડર આશરે 44 પૈસા નો વધારાનો ખર્ચ નડી રહ્યો છે.
હવે ઓનલાઈન ફૂડ મંગાવવું થશે મોંઘુ
ભવિષ્યની સૌથી ખરાબ સ્થિતિ (Worst Case Scenario): રિપોર્ટ અનુસાર, જો આગામી મહિનાઓમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વર્તમાન ₹4 પ્રતિ લિટરથી વધીને ₹10 પ્રતિ લિટર સુધી પહોંચી જશે, તો દરેક ઓર્ડર પર આ અસર વધીને ₹1 થી ₹1.2 પ્રતિ ઓર્ડર થઈ શકે છે. જો ઇંધણના ભાવ પ્રતિ લિટર ₹10 જેટલા વધશે, તો તેની સીધી અસર નાણાકીય વર્ષ 2027 (FY27) માં કંપનીઓના કમાણીના ગણિત (EBITDA) પર પડશે. આનાથી Zomato (Eternal) ને આશરે 4-5% અને Swiggy ને આશરે 10-12% ની નકારાત્મક અસર થવાની આશંકા છે. જો કે, અહેવાલમાં એવું પણ આશ્વાસન આપવામાં આવ્યું છે કે એકંદરે આ સ્થિતિ નિયંત્રણમાં રહેવાની અપેક્ષા છે.
આ પણ વાંચો :