ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડિલને મંજૂરી મળતા જ શેરબજારમાં પૈસાનું રોકાણ કરનારા લોકોને મોટો ફાયદો થયો છે. સેન્સેક્સમાં લગભગ 2500 પોઈન્ટ અને નિફ્ટીમાં 750 પોઈન્ટથી વધારેનો ઉછાળો જોવા મળ્યો અને BSEની લાર્જકેપ હોય, મિડ કેપ હોય કે સ્મોલકેપ તમામ કેટેગરીમાં તોફાની તેજી જોવા મળી રહી છે. ખાસ કરીને તે શેરમાં જેનું અમેરિકામાં મોટું રોકાણ છે. ટ્રમ્પે ભારત પર ટેરિફ ઘટાડીને 18 ટકા કરવાની જાહેરાત કર્યા બાદ શેર રોકેટ ગતિએ ભાગ્યા છે.
ત્યારે સી-ફૂડ એક્સપોર્ટ કરનારી કંપનીઓની વાત કરીએ તો એવી 4 મોટી કંપનીઓના શેરમાં 20 ટકાની અપર સર્કિટ વાગી છે. ભારત અમેરિકાને વાર્ષિક 30,000 કરોડ રૂપિયાનું સી-ફૂડ નિકાસ કરતું હતું. 2021-22માં 3.3 અરબ ડોલર, 2022-23માં 2.7 અરબ ડોલર અને 2023-24માં 2.5 અરબ ડોલરની આસપસ રહ્યું હતું. જેમાં ઝીંગાની નિકાસ સૌથી વધારે કૂલ એક્સપોર્ટના લગભગ 65-70 ટકા હતી પણ ટેરિફ લગાવ્યા બદા તેની પર મોટી અસર જોવા મળી હતી. જણાવી દઈએ કે દેશનું સૌથી મોટું સી-ફૂડ માર્કેટ અને એક્સપોર્ટર આંધ્રાપ્રદેશ, ઓડિશા, બંગાળ અને તમિલનાડુ છે.
આ કંપનીઓના શેરમાં જોવા મળ્યો ઉછાળો
- Avanti Feeds Share : અવંતી ફીડ્સ શ્રિપ ફીડ અને પ્રોસેસ્ડ સી-ફૂડ સેક્ટરમાં મોટું નામ છે અને ભારતથી અમેરિકામાં ઝીંગાની નિકાસમાં સૌથી મોટો 65-70 ટકા હિસ્સો મોકલે છે. અમેરિકા સિવાય કંપની યુરોપ અને જાપાનમાં પણ માલસામાન મોકલે છે. આ કંપનીના શેરમાં અપર સર્કિટ વાગીને 960 રૂપિયા પર પહોંચી ગયો છે.
- Apex Frozen Foods Share : પ્રોસેસ્ડ શ્રિંપ એક્સપોર્ટ કરવાના મામલે ભારતની અપેક્સ ફ્રોઝન ફૂડસ પણ આગળ છે અને તેની કૂલ કમાણીનો લગભગ 70 ટકા ભાગ અમેરિકાથી આવે છે. તેનો શેર 352 રૂપિયા પર બંધ થયો છે.
- Coastal Corp Share : આ કંપની પણ મોટો વેપાર કરે છે અને એક્સપોર્ટ સાથે જોડાયેલી છે. તેનો કૂલ સી-ફૂડ નિકાસનો મોટો ભાગ અમેરિકામાં જ જાય છે. તેના શેર પર પણ અપર સર્કિટ વાગી અને ભાવ 48.14 રૂપિયા પર પહોંચી ગયો.
- Waterbase Ltd Share : આ સેક્ટરની ચોથી મોટી કંપની વોટરબેસ લિમિટેડ છે. તેનો શેર પણ આજે રોકેટગતિએ ભાગ્યો છે. સોમવારે આ શેર 41.25 રૂપિયા પર બંધ થયો હતો અને મંગળવારે 49.20 રૂપિયા પર ઓપન થયો હતો. એટલે કે એક ઝટકામાં 20 ટકાની અપર સર્કિટ સાથે ભાવ વધી ગયો હતો.
આ પણ વાંચો : Business News : અમેરિકી બજારોમાં હવે ગુંજશે 'મેડ ઈન ઈન્ડિયા', ટેક્સટાઇલ અને જ્વેલરી સેક્ટર માટે વિજયાદશમી જેવો માહોલ