સોનાની કિંમતો ફરી એક વખત નવો રેકોર્ડ બનાવી રહી છે. આ તેજીનો સિલસિલો કેટલો સમય ચાલશે, તે જોવાનું રહેશે. સોનાના ભાવ પર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓનો સીધો પ્રભાવ પડે છે. આવો જાણીએ તમારા શહેરમાં 24 કેરેટ, 23 કેરેટ, 22 કેરેટ, 18 કેરેટ અને 14 કેરેટ સોનાના તાજા ભાવ શું છે. સોનાની કિંમતો ફરી એક વખત નવો રેકોર્ડ બનાવી રહી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાનો ભાવ સતત પાંચમા દિવસે વધીને નવા લાઈફટાઈમ હાઈ પર પહોંચી ગયો છે. MCX પર સોનાનો ભાવ વધીને ₹1,59,226 પ્રતિ 10 ગ્રામ થયો છે.
સોનાના ભાવે સ્થાનિક-વૈશ્વિક સ્તરે રેકોર્ડ
ગુડરિટર્ન્સ અનુસાર, આજે સોનાનો ભાવ ₹1,58,770 પ્રતિ 10 ગ્રામ થયો છે, જ્યારે ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) મુજબ શુક્રવારે બજાર બંધ થા સુધી સોનાનો ભાવ વધીને ₹1,54,310 પ્રતિ 10 ગ્રામ થયો હતો. કારણ કે શનિવાર અને રવિવારે બજાર બંધ રહે છે, તેથી આ બંને દિવસો માટે આ જ ભાવ માન્ય રહેશે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાએ નવી ઊંચાઈ સ્પર્શી છે. હાજર બજારમાં સોનાનો ભાવ વધીને 4,967.41 ડોલર પ્રતિ ઔંસના રેકોર્ડ સ્તર પર પહોંચ્યો છે. કોમેક્સ બજારમાં તેજી સાથે સોનાનો ભાવ 4,970 અમેરિકન ડોલર પ્રતિ ઔંસના રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે.
મોટા શહેરોમાં આજનો સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)
| શહેર | 24 કેરેટ પ્રતિ 10ગ્રામ | 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ |
| અમદાવાદ | 1,60,310 | 1,46,950
|
| રાજકોટ | 1,60,310 | 1,46,950 |
| વડોદરા | 1,60,310 | 1,46,950 |
| સુરત | 1,60,310 | 1,46,950 |
| દિલ્હી | 1,60,410 | 1,47,050
|
| મુંબઈ | 1,60,260 | 1,46,900
|
ગયા દિવસે સોનાનો ભાવ શું રહ્યો?
- દિલ્હીમાં શુક્રવારે સોનાનો ભાવ ₹1,500 વધીને ₹1,58,700 પ્રતિ 10 ગ્રામ થયો હતો. સરાફા સંઘે જણાવ્યું કે મજબૂત વૈશ્વિક ટ્રેન્ડ વચ્ચે સ્ટોકિસ્ટ્સની નવી ખરીદીના કારણે આ તેજી જોવા મળી.
- વેપારીઓએ જણાવ્યું કે 99.9 ટકા શુદ્ધતા ધરાવતું સોનું અગાઉના સત્રમાં ₹1,57,200 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. બુધવારે સોનાએ ₹1,59,700 પ્રતિ 10 ગ્રામનો સર્વકાલીન ઉચ્ચ સ્તર સ્પર્શ્યો હતો.
- આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું નવી ઊંચાઈ પર પહોંચ્યું છે. હાજર બજારમાં સોનાનો ભાવ 4,900 ડોલર પ્રતિ ઔંસના સ્તરથી ઉપર પહોંચી ગયો છે. Forex.com અનુસાર, સોનાનો ભાવ 30.73 ડોલર અથવા 0.62 ટકા વધીને 4,967.41 ડોલર પ્રતિ ઔંસના રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે.
ઘરેણાંની ખરીદી પર GST + મેકિંગ ચાર્જ
જ્યારે તમે ઘરેણાં ખરીદવા માટે દુકાન પર જાઓ છો, ત્યારે તમારે લાગુ GST તેમજ મેકિંગ ચાર્જ ચૂકવવો પડે છે. આ વધારાથી કિંમતમાં વધારો થાય છે. સોનાના મેકિંગ ચાર્જ વિવિધ શહેરો અને રાજ્યોમાં અલગ અલગ હોઈ શકે છે.
Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.
આ પણ વાંચો- Bollywood Flop Film : 9 ભાષાઓમાં રિલીઝ થઈ પણ હિન્દીમાં ફ્લોપ! મેકર્સનું થયું હતું કરોડોનું નુકસાન!