ઉદ્યોગપતિ અનિલ અંબાણીને બોમ્બે હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે તે સિંગલ બેન્ચનો આદેશ રદ કરી દીધો છે, જેમાં બેન્કોની ફ્રોડ પ્રક્રિયા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. સોમવારે ચીફ જસ્ટિસ શ્રીય ચંદ્રશેખર અને જસ્ટિસ ગૌતમ એ.અંખાડની ડિવિઝન બેન્ચે સ્પષ્ટ કહ્યું કે અપીલ મંજૂર કરવામાં આવે છે. પડકારવામાં આવેલા આદેશમાં ગંભીર ભૂલો છે. કોર્ટે સિંગલ બેન્ચના નિર્ણયને ખોટો અને ત્રુટિપૂર્ણ ગણાવ્યો છે.
સિંગલ જજે બેન્કોને અનિલ અંબાણીની વિરૂદ્ધ કાર્યવાહી કરવાથી રોકી હતી
અંબાણી તરફથી હાજર રહેલા વકીલોએ નિર્ણય પર 4 અઠવાડિયાનો પ્રતિબંધ લગાવવાની માગ કરી છે પણ બેન્ચે આ માગણીને ફગાવી દીધી છે. જ્યારે આદેશને ગેરકાયદેસર અને અનિયમિત જોવામાં આવ્યો છે તો તેની પર પ્રતિબંધ લગાવવો ખોટો નથી. બેન્ક ઓફ બરોડા, IDBI બેન્ક, ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક અને ઓડિટ ફર્મ BDO ઈન્ડિયા એલએલપીએ સિંગલ જજના આદેશને પડકાર્યો હતો. સિંગલ જજે બેન્કોને અંબાણીની વિરૂદ્ધ કાર્યવાહી કરવાથી રોકી હતી.
3 બેન્કની વિરૂદ્ધ અલગ અલગ અરજીઓ દાખલ
આર.કોમના પૂર્વ નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રહી ચૂકેલા અનિલ અંબાણીએ 3 બેન્કની વિરૂદ્ધ અલગ અલગ અરજીઓ દાખલ કરીને નોટિસ પર પ્રતિબંધ લગાવવાની માગ કરી હતી. 24 ડિસેમ્બર 2025એ જસ્ટિસ મિલિંદ જાધવની બેન્ચે અંતરિમ રાહત આપતા કહ્યું હતું કે RBIના નિર્દેશો હેઠળ યોજાનારા ફોરેન્સિક ઓડિટને વૈધાનિક ઓડિટના માપદંડો પર યોગ્ય ઉતરવું જોઈએ. હવે ડિવિઝન બેન્ચના આ નિર્ણય બાદ બેન્કોનો ફ્રોડ કાર્યવાહીનો રસ્તો ફરીથી સાફ થઈ ગયો છે.
શું છે સમગ્ર કેસ?
ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને તેમની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશનની વિરૂદ્ધ કેટલીક બેન્કોએ તેમના લોન ખાતાને ફ્રોડ જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. બેન્કોનું કહેવું હતું કે ફોરેન્સિક ઓડિટમાં વિસંગતતાઓ સામે આવી. અંબાણીએ આ કાર્યવાહીનો બોમ્બે હાઈકોર્ટમાં પડકારી, જેની પર ડિસેમ્બર 2025માં સિંગલ બેન્ચે અંતરિમ રાહત આપતા બેન્કોની કાર્યવાહી પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ત્યારબાદ બેન્કોએ ડિવિઝન બેન્ચમાં અપીલ કરી. હવે હાઈકોર્ટે સિંગલ બેન્ચનો આદેશ રદ્દ કરી દીધો છે. સાથે જ અનિલ અંબાણીની 4 અઠવાડિયાના સમયની માગણી પણ નકારી કાઢવામાં આવી છે. હવે બેન્ક RBI નિયમો હેઠળ આગળની કાર્યવાહી કરી શકશે.
આ પણ વાંચો : Gold Silver Price Today: સોના ચાંદીએ પકડી રફતાર, જાણી લો 23 ફેબ્રુઆરીએ 22 અને 24 કેરેટનો ભાવ