દેવામાં ડૂબેલા અનિલ અંબાણીની મુશ્કેલી ઘટવાનું નામ નથી લઇ રહી . વધુ એક સરકારી બેંકએ તેઓના બેંક અકાઉન્ટને ફ્રોડ જાહેર કર્યુ છે. બેંક ઓફ બરોડાએ રિલાયન્સ કોમ્યુનિકેશન અને અનિલ અંબાણીના લોન અકાઉન્ટને ફ્રોડ જાહેર કર્યું છે. 


આ બેંકોએ પણ જાહેર કર્યુ છે ફ્રોડ 

કંપનીએ ગુરુવારે એક એક્સચેન્જ ફાઇલિંગમાં આ જાણકારી આપી છે આ પહેલા જૂનમાં દેશના સૌથી મોટા બેંક એસબીઆએ પણ આરકોમના લોન અકાઉન્ટમે ફ્રોડ જાહેર કર્યુ હતું. આ પછી 24 ઓગષ્ટના રોજ બેંક ઓફ ઇન્ડિયાએ પણ કંપનીના લોન અકાઉન્ટને ફ્રોડ જાહેર કર્યું હતું.

શેર થયા ધડામ 

પરિણામે આજે આર કોમના શેરમાં આજે ભારે ઘટાડો થયો છે. શરૂઆતી કારોબારમાં બીએસઇ પર આ 2.8 ટકાના ઘટાડા સાથે 1.39 પર આવી ગયો હતો. આ 52 અઠવાડિયામાં ન્યૂનત્તમ સ્તર 1.33 રૂપિયા છે. કંપનીનું કહેવુ છે કે 2 સપ્ટેમ્બરના રોજ એક પત્ર મળ્યો હતો. જેમાં બેંક ઓફ બરોડાએ કંપની અને તેના પ્રમોટર અનિલ અંબાણીના લોન અકાઉન્ટને ફ્રોડ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.કંપનીનું કહેવુ છે કે આ મામલે કાયદાકીય સલાહ લેશે., કંપનીના એક પૂર્વ ડાયરેક્ટરએ આ તમામ આરોપોને ખોટા ગણાવ્યા. તેમણે કહ્યું કે તેઓ કાયદાકીય સલાહ લઇને આગળની કાર્યવાહી કરશે.


2017 NPA જાહેર 


બેંક ઓફ બરોડાએ 1,600 કરોડ રૂપિયાની લોન સુવિધાઓ અને કંપનીને 862.50 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા. RCom દ્વારા નિયમનકારી ફાઇલિંગમાં જાહેર કરાયેલ બેંકોના પત્ર અનુસાર, કુલ 2,462.50 કરોડ રૂપિયામાંથી 28 ઓગસ્ટ સુધીમાં 1,656.07 કરોડ રૂપિયા બાકી હતા. પત્રમાં કહેવામાં આવ્યું છે કે આ ખાતાને 5 જૂન, 2017 થી નોન-પર્ફોર્મિંગ એસેટ (NPA) તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે.

RCom તેની જવાબદારીઓને નિયંત્રિત કરવા અને ચૂકવવા માટે કોર્પોરેટ નાદારી ઠરાવ કાર્યવાહીમાંથી પસાર થઈ રહી છે. જો કે બેંક ઓફ બરોડાએ પત્રમાં કહ્યું છે કે હાલમાં NCLT દ્વારા મંજૂર કરાયેલ કોઈ સક્રિય ઠરાવ યોજના અસ્તિત્વમાં નથી.

 આ કેસ 12 વર્ષથી વધુ જૂનો - પ્રવક્તા, અંબાણી 

બેંકે કહ્યું છે કે છેતરપિંડીની ઘોષણા ફોરેન્સિક ઓડિટ રિપોર્ટના તારણો અને ટિપ્પણીઓ પર આધારિત છે. તેમના મતે આવું કરવું કુદરતી ન્યાયના સિદ્ધાંતો હેઠળ છે. અંબાણીના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે બેંક ઓફ બરોડા દ્વારા 12 વર્ષથી વધુ જૂના કેસોમાં કાર્યવાહી કરવામાં આવી છે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે અનિલ અંબાણી 2006 માં આરકોમની શરૂઆતથી 2019 માં બોર્ડમાંથી રાજીનામું આપવા સુધી (એટલે ​​કે છ વર્ષ પહેલાં) બોર્ડમાં બિન-કાર્યકારી ડિરેક્ટર તરીકે સેવા આપી હતી.


  • Follow us on: