હવે આ મામલે RBI હાઈકોર્ટમાં પણ જશે. Paytm Payments Bank ના ઓફિશિયલ પોર્ટલ પર બેનર દ્વારા જાણકારી આપવામાં આવી છે કે તમામ ગ્રાહકોના પૈસા સંપૂર્ણ સુરક્ષિત છે અને ડિપોઝિટ પરત આપવા માટે પૂરતા ફંડ ઉપલબ્ધ છે.
પૈસા કેવી રીતે પરત મળશે?
Paytm Payments Bank અને RBI બંનેએ ખાતરી આપી છે કે ગ્રાહકોના પૈસા પરત આપવામાં આવશે. હાલ પોર્ટલ પર રિફંડની સંપૂર્ણ પ્રક્રિયા જાહેર કરવામાં આવી નથી, પરંતુ ટૂંક સમયમાં કંપની તેની વિગત આપશે.
RBI એ આ નિર્ણય કેમ લીધો?
RBI દ્વારા લાયસન્સ રદ કરવાની પાછળ કેટલાક મુખ્ય કારણો છે:
બેંકનું સંચાલન યોગ્ય રીતે ન થવું
ખાતાધારકોના હિતને જોખમ
મેનેજમેન્ટ પર વિશ્વાસનો અભાવ
નિયમો અને શરતોનું પાલન ન કરવું
RBI અગાઉ પણ Paytm Payments Bank પર કડક કાર્યવાહી કરી ચૂકી છે:
2022માં નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ
2024માં ખાતામાં પૈસા જમા કરવાની મર્યાદા
આ પગલાંઓના કારણે Paytm FASTag જેવી સેવાઓ પણ પ્રભાવિત થઈ હતી.
Paytm અને Paytm Payments Bank વચ્ચેનો ફરક
Paytm અને Paytm Payments Bank બંને અલગ એકમો છે.
RBIએ માત્ર Paytm Payments Bank નો લાયસન્સ રદ કર્યો છે
Paytm એપ પર તેની અન્ય સેવાઓ યથાવત ચાલુ રહેશે
આ પણ વાંચો: EPFO New Rule: મે મહિનામાં મોટો ફેરફાર, UPIથી કાઢી શકશો PFના પૈસા