જુલાઈ મહિનાની શરૂઆતમાં LPG ગ્રાહકોને મોટી રાહત મળી છે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં સુધારો કર્યો છે. આજથી 19 કિલોગ્રામ કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં 58.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં 19 કિલોગ્રામ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો છૂટક વેચાણ ભાવ 1 જુલાઈથી 1665 રૂપિયા છે. 14.2 કિલોગ્રામ ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. લોકોને સતત ચોથા મહિને રાહત આપવામાં આવી છે.
અન્ય શહેરોમાં પણ ભાવમાં થયો ઘટાડો
કોલકાતામાં કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરનો ભાવ હવે 1826 રૂપિયાથી ઘટીને 1767.50 રૂપિયા થઈ ગયો છે. મુંબઈમાં નવી કિંમત 1674.50 રૂપિયાથી ઘટીને 1616 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે ચેન્નાઈમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 1881 રૂપિયાથી ઘટીને 1822.50 રૂપિયા થઈ ગયો છે.
જુલાઈ મહિનાની શરૂઆતમાં LPG ગ્રાહકોને મોટી રાહત મળી છે હકીકતમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ LPG સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કર્યો છે. દિલ્હી અને મુંબઈમાં ભાવમાં ઘટોડો થયો છે.
https://twitter.com/ANI/status/1939758770596507864
ગયા મહિને જૂનમાં કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં 24 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જૂનમાં રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ LPG સિલિન્ડર 1723.50 રૂપિયામાં ઉપલબ્ધ હતો જ્યારે મે મહિનામાં તેની કિંમત 1747.50 રૂપિયા હતી. તે જ સમયે એપ્રિલમાં 19 કિલોગ્રામ કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરની કિંમત ₹1,762 થઈ ગઈ હતી. ફેબ્રુઆરીમાં પણ કિંમતોમાં ₹7નો ઘટાડો કરવામાં આવ્યો હતો પરંતુ માર્ચ 2025માં કિંમતોમાં ફરીથી ₹6નો વધારો કરવામાં આવ્યો હતો.