ભારતનું ઓટો એક્સપોર્ટ સરળ થતા દેશ માટે આ સારા સમાચાર ગણી શકાય છે. મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટર પોતાના શ્રેષ્ઠ સ્તરે છે. અર્થતંત્રના ડેટા એવા સમયે સામે આવ્યા છે જ્યારે અમેરિકાએ ભારતને 'ડેડ ઇકોનોમી' કહ્યુ છે.

જીડીપીના આંકડા વિશ્વ માટે શ્રેષ્ઠ ઉદાહરણ

પીએમ મોદીએ એક કાર્યક્રમમાં જણાવ્યુ હતુ કે, દેશ હવે વિકાસની હરણફાળ ગતિએ છે. તેને હવે કોઇ રોકી નહી શકે. જ્યાં એક તરફ દુનિયાનું અર્થતંત્ર નબળું થઇ રહ્યુ છે. એવા ભારતના જીડીપીના આંકડા વિશ્વ માટે શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ આંકડા દેશની પોલિસી યોગ્ય હોવાના પુરાવા છે. એપ્રિલથી જૂન સુધી ત્રિમાસિક આંકડા 7.8 ટકા રહ્યા હતા. અમેરિકાએ ભારે ટેરિફ લાદ્યા બાદ પણ ભારતે અર્થતંત્રમાં મજબૂતી દર્શાવી છે. એગ્રીકલ્ચરના સારા પ્રદર્શનના કારણે જીડીપી ગ્રોથ થયો છે. વેપાર, હોટેલ, આર્થિક વ્યવહાર અને રિયલ એસ્ટેટ જેવા સેવાઓના કારણે પણ ભારતને મદદ મળી છે.

જીએસટી કલેક્શન અને મેન્યુફેક્ચરીંગ સેક્ટરમાં તેજી

ઓગસ્ટમાં જીએસટી કલેક્શન 6.5 ટકા હતુ. જે હવે વધીને 1.86 લાખ કરોડ થઇ રહ્યુ છે. ગ્રોસ જીએસટી કલેક્શન ઓગસ્ટ 2024માં 1.75 લાખ કરોડ રૂપિયા હતુ. તેમાં હવે વધારો થઇ રહ્યો છે. ભારતમાં મેન્યુફેક્ચરીંગ સેક્ટરમાં પણ સારો વિકાસ દેખાઇ રહ્યો છે. દેશનું મેન્યુફેક્ચરીંગ સેક્ટર 17 વર્ષમાં સૌથી સારો વધારો નોંધાવ્યો છે. જે ઉત્પાન ક્ષમતાઓમાં સારી માગના કારણે પ્રેરિત રહ્યુ છે. સર્વિસ સેક્ટરમાં વિકાસની તેજ ગતિ જોવા મળી છે. જુલાઇના 60.5 થી લઇને ઓગસ્ટમાં 62.9 ટકા પર આવી ગયુ છે.

ઓટો એક્સપોર્ટમાં થયો વધારો

ઓગસ્ટ મહિનામાં ઓટો સેક્ટરમાં સારો ઉછાળો આવ્યો છે. વિવિધ કંપનીઓ પર નજર કરીએ તો, દેશની સૌથી મોટી કંપની મારુતિ સુઝુકીનું ઓગસ્ટમાં નિકાસ દર 40.51 ટકા રહ્યુ હતુ. તો બીજી તરફ ઓઇલ ઇન્ફીલ્ડના એક્સપોર્ટમાં 39 ટકા નફો જોવા મળ્યો છે. આ આંકડો વધીને 11,126 યૂનિટ થયો છે. તો આ તરફ, મહિંદ્રાની કારમાં પણ નિકાસ વધી છે. 

  • Follow us on: