વડાપ્રધાન મોદીના વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરતા સાંસદ અને કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવિણ ખંડેલવાલે આજે મોબાઈલ ફોન માટે હાઈ ક્વોલિટી વાળો, બીઆઈએસ-પ્રમાણિત ટેમ્પર્ડ ગ્લાસ સ્ક્રીન પ્રોટેક્ટર લોન્ચ કર્યો. તેને ઓપ્ટિમસ ઈન્ફ્રાકોમ લિમિટેડે કોર્નિગ ઈનકોર્પોરેટેડ, યૂએસએ જે વિશેષ ગ્લાસ ટેક્નિકમાં વિશ્વમાં અગ્રણી કંપની છે. તેના સહયોગથી વિકસિત કર્યો છે.
ગ્રાહક સરળતાથી અસલી ઉત્પાદકની ઓળખ કરી શકશે
દુનિયામાં પ્રથમ વખત BISએ રાસાયણિક રીતે ટેમ્પર્ડ ગ્લાસ સ્ક્રીન પ્રોટેક્ટર માટે વિશેષ ગુણવતા સ્ટાન્ડર્ડ લાગુ કર્યા છે. જેનાથી એકરૂપતા, ટકાઉપણું અને ગ્રાહકોની સુરક્ષા સુનિશ્ચિત થશે. આ સ્ક્રીન પ્રોટેક્ટર તે તમામ સ્ટાન્ડર્ડ પર પાસ થયું છે અને તેમાં દરેક પીસ પર 'ફોગ માર્કિગ' નિર્માતા બ્રાન્ડિંગ આપવામાં આવી છે, જેનાથી ગ્રાહક સરળતાથી અસલી ઉત્પાદકની ઓળખ કરી શકે અને નકલીથી બચી શકે. ખંડેલવાલે કહ્યું કે આ માત્ર એક ઉત્પાદનનું શુભાંરભ નહીં પણ ભારત માટે ગર્વનો ક્ષણ છે. ટેમ્પર્ડ ગ્લાસ માટે દુનિયાના પ્રથમ BIS સ્ટાન્ડર્ડ લાગુ કરી, અમે ગુણવતા આશ્વાસનમાં વૈશ્વિક ઉદાહરણ સેટ કરી રહ્યા છે અને ભારતીય ઉત્પાદનને સશક્ત બનાવી રહ્યા છે. આ ભારતીય નવનતા અને વૈશ્ચિક તકનીકનો આદર્શ સંગમ છે.
ટેમ્પર્ડ ગ્લાસ સ્ક્રીન પ્રોટેક્ટર ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય બંને બજારો માટે ઉપલબ્ધ થશે
ભારત જે દુનિયાનું બીજું સૌથી મોટું સ્માર્ટફોન બજાર છે, જેમાં દર વર્ષે લગભગ 400 કરોડ ટેમ્પર્ડ ગ્લાસ સ્ક્રીન પ્રોટેક્ટરની માગ હોય છે. જેની 2025માં કિંમત લગભગ 20,000 કરોડ આંકવામાં આવી છે. હાલમાં આ માગનો 90 ટકાથી વધુનો હિસ્સો આયાત કરીને પૂરો થાય છે. જેનાથી ગુણવતામાં અસંગતતા અને બજારમાં અવ્યવસ્થા બની રહે છે. રાઈનોટેક- જે ઓપ્ટિમસની ભારતીય બ્રાન્ડ છે. કોર્નિગની ટેક્નોલોજીની સાથે આ ક્ષેત્રમાં ફેરફાર કર્યો છે. હવે આ ટેક્નોલોજી ભારતમાં નિર્મિત થશે અને ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય બંને બજારો માટે ઉપલબ્ધ થશે. આ પગલું ભારતીય ઉત્પાદન ઈકો સિસ્ટમને મજબૂત બનાવશે. રોજગારીની નવી તકો ખુલશે અને વૈશ્વિક સ્તર પર હરીફ ઉત્પાદનોને પ્રોત્સાહન આપશે. આ પહેલની સાથે ભારત ના માત્ર પોતાના વિશાળ ઘરેલુ બજારની જરૂરિયાતને પૂર્ણ કરશે પણ પ્રિમિયમ મોબાઈલ સ્ક્રીન પ્રોટેક્શન સોલ્યુશન્સના વૈશ્વિક કેન્દ્ર બનવાની દિશામાં પણ અગ્રેસર થશે. સ્ટ્રીટ પ્રોટેક્ટર આંતરરાષ્ટ્રીય સ્તરની એન્જિનિયરિંગ અને સ્થાનિક ઉત્પાદન ક્ષમતાઓનું સંપૂર્ણ મિશ્રણ છે. જે વડાપ્રધાન મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનને પૂરી રીતે સાકાર કરશે.