CCPAએ રાઈડ હેલિંગ પ્લેટફોર્મ રેપિડો પર તગડો દંડ લગાવ્યો છે અને ગ્રાહકોને રિફંડ આપવાનો આદેશ આપ્યો છે. કંપની પર આ દંડ ભ્રામક જાહેરાતો ચલાવવાના કારણે લગાવવામાં આવ્યો છે. રાઈડ-હેલિંગ પ્લેટફોર્મ રેપિડોએ 'ગેરેંટેડ ઓટો' અને '5 મિનિટમાં ઓટો કે 50 રૂપિયા મેળવો' જેવી મિસલિડિંગ એડ ચલાવી હતી. જેના કારણે કંપની પર 10 લાખનો દંડ લગાવવામાં આવ્યો છે.

ગ્રાહકોને કેશબેકનો લાભ ના મળ્યો !

CCPAએ જણાવ્યું કે આ જાહેરાત 120થી વધારે શહેરમાં ઘણી ભાષાઓમાં 548 દિવસ સુધી ચાલી, જેનાથી તેનો ભ્રામક પ્રભાવ વધારે વધી ગયો. જૂન 2024 અને જુલાઈ 2025ની વચ્ચે રેપિડોને 1200થી વધારે ગ્રાહકોની ફરિયાદનો સામનો કરવો પડ્યો છે, જેમાંથી 50 ટકા ફરિયાદનું સમાધાન થયું નથી. નિયામકને જાણવા મળ્યું કે રેપિડોએ ગ્રાહકને ખોટો વાયદો કર્યો અને 50 રૂપિયાનો લાભ કેશમાં નહીં પણ 'રેપિડો કોઈન્સ'માં આપ્યો હતો, જે માત્ર 7 દિવસ માટે વેલિડ હતા અને માત્ર બાઈક રાઈડના બદલે વાપરી શકાતા હતા. આદેશમાં કહેવામાં આવ્યું કે આ પ્રકારના પ્રતિબંધોએ ઓફર પ્રાઈસને વધારે ઓછી કરી દીધી અને લોકોને વારંવાર ઉપયોગ કરવા માટે મજબૂર કર્યા.

લોકોની શું હતી ફરિયાદો?

પૈસા વસૂલવા અને પૈસા પરત ના કરવા, ડ્રાઈવરનો ખોટો વ્યવહાર અને કેશબેકના વાયદા પૂરા ના કરવા જેવી ફરિયાદો સામેલ હતી. ત્યારે કેટલાક કેસમાં ફરિયાદોનું સમાધાન પણ કરવામાં આવ્યું નથી. પોતાના આદેશમાં CCPAએ કહ્યું કે રેપિડોએ ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા માટે આવી ગતિવિધિઓ અપનાવી છે. જેમાં સર્વિસની વિશ્વસનીયતાને ખોટી રીતે બતાવવામાં આવી અને મુખ્ય વાતો જણાવવામાં આવી નથી. દંડની સાથે રેપિડોને ભ્રામક જાહેરાતોને તરત જ બંધ કરવા અને પ્રભાવિગત ગ્રાહકોને કરેલા વાયદાના 50 રૂપિયા પરત કરવા અને 15 દિવસની અંદર એક રિપોર્ટ જમા કરવા માટે નિર્દેશ આપ્યો છે.