દેશમાં છેલ્લા અઠવાડિયાથી સોનાના ભાવમાં વધારો અટકવાના કોઈ સંકેત દેખાતો નથી. શુક્રવાર 17 ઓક્ટોબરના રોજ, સોનાના ભાવ ફરી એક વખત સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા. આ દરમિયાન  ચાંદીના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો. આજે, શનિવાર, 18 ઓક્ટોબરે ધનતેરસનો તહેવાર હોવાથી, બધાની નજર સોનાના ભાવમાં થતી વધઘટ પર રહેશે.

આજે સોનાનો ભાવ કેટલો ? 

ધનતેરસના એક દિવસ પહેલા, શુક્રવારે સોનાના ભાવમાં તીવ્ર વધારો જોવા મળ્યો. ભારતમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ ₹1,33,770 રૂપિયા પર પહોંચી ગયો હતો. ત્યારે જો આજની વાત કરીએ તો, ગુડ રિટર્ન અનુસાર, સોનાના ભાવ આજે 10 ગ્રામ 24 કેરેટના 130860 રૂપિયા નોંધાયો. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 119,950 રૂપિયા ભાવ નોંધાયો છે.

કેમ વધી રહ્યો છે ભાવ? 

ભારત સહિત વિશ્વભરમાં સોનાના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો, યુએસ-ચીન વેપાર તણાવ અંગે રોકાણકારોની વધતી ચિંતા અને યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષાઓનું પરિણામ છે. વધુમાં, તહેવારોની મોસમની ખરીદી પણ સ્થાનિક સ્તરે સોનાના ભાવમાં વધારામાં ફાળો આપી રહી છે.

આજે ચાંદીનો ભાવ કેટલો ? 

 ભારતમાં ચાંદીનો ભાવ આંતરરાષ્ટ્રીય ભાવો દ્વારા નક્કી થાય છે, જે કોઈપણ દિશામાં વધઘટ થાય છે. વધુમાં, તે ડોલર સામે રૂપિયાની ગતિવિધિ પર પણ આધાર રાખે છે. જો ડોલર સામે રૂપિયો ઘટે છે અને આંતરરાષ્ટ્રીય ભાવ સ્થિર રહે છે, તો ચાંદી વધુ મોંઘી થશે. આજે એક કિલો ચાંદીની કિંમત 172000 રૂપિયા નોંધાઇ છે. 

મોટા શહેરોમાં સોનાનો ભાવ (ગુડ રિટર્ન અનુસાર)


શહેર 24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ
અમદાવાદ ₹1,30,910 
₹120,000
વડોદરા 
₹1,30,910 ₹120,000
ચેન્નાઇ ₹130,370 ₹119,950
મુંબઇ ₹130,860 ₹119,950
દિલ્હી ₹131,010 ₹120,100
કોલકાતા ₹132,770 ₹121,700
બેંગ્લોર ₹130,860 ₹119,950

22 કેરેટ અને 24 કેરેટમાં શું છે તફાવત?

24 કેરેટ સોનું 99.9% શુદ્ધ અને 22 કેરેટ સોનું લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે તેને જ્વેલરી બનાવી શકાતું નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.


તહેવાર ટાણે સોનાની માગ વધી

ભારતમાં તહેવારોની મોસમ દરમિયાન ઘરેણાં ખરીદવાને એક પરંપરા માનવામાં આવે છે. કરવા ચોથથી ધનતેરસ અને દિવાળી સુધી સોના અને ચાંદીની માંગ વધે છે. આ જ કારણ છે કે ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન ભાવમાં વારંવાર વધારો થાય છે. વર્તમાન પરિસ્થિતિને જોતાં, એવો અંદાજ છે કે આ વર્ષે ધનતેરસ સુધીમાં સોનાના ભાવમાં વધુ વધારો થઈ શકે છે. તેથી, જો તમે ખરીદીનું આયોજન કરી રહ્યા છો, તો વહેલા નિર્ણય લેવો ફાયદાકારક હોઈ શકે છે.


મિસ્ડ કોલથી જાણો કિંમત

22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક દરો જાણવા માટે તમે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડા સમયની અંદર એસએમએસ દ્વારા દરો ઉપલબ્ધ થશે. આ સિવાય સતત અપડેટ્સ વિશેની માહિતી માટે તમે www.ibja.co અથવા ibjarates.com પર જઈ શકો છો.