દેશના લાખો રેલ્વે પેન્શનરો અને ફેમિલી પેન્શનરો માટે કેન્દ્ર સરકાર તરફથી ખુશીના સમાચાર આવ્યા છે. રેલ્વે મંત્રાલયે પેન્શનરો માટેના મોંઘવારી રાહતમાં 2% નો વધારો કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય સાથે જ હવે DR નો દર 58% થી વધીને 60% થઈ ગયો છે. પીએમ નરેન્દ્ર મોદીએ 18 એપ્રિલ, 2026 ના રોજ આ હપ્તાને મંજૂરી આપી હતી, જેનો સત્તાવાર આદેશ 7 મે, 2026 ના રોજ જારી કરવામાં આવ્યો છે.

ક્યારથી લાગુ થશે આ વધારો?

મહત્વની બાબત એ છે કે આ વધારો 1 જાન્યુઆરી, 2026 થી પૂર્વવર્તી અસરો (Retrospective effect) સાથે લાગુ કરવામાં આવશે. આનો સીધો અર્થ એ થયો કે પેન્શનરોને જાન્યુઆરીથી અત્યાર સુધીના વધારાના તફાવતની રકમ 'એરિયર્સ' (બાકી લેણાં) તરીકે ચૂકવવામાં આવશે. આ નિર્ણયથી વધતી મોંઘવારી વચ્ચે નિવૃત્ત કર્મચારીઓના માસિક બજેટને મોટી રાહત મળશે.

તમારા પેન્શન પર કેટલી અસર પડશે? (ગણતરી)

નવા 60% DR ના અમલીકરણ બાદ પેન્શનરોની આવકમાં થતો વધારો નીચે મુજબ સમજી શકાય છે:

₹10,000 બેઝિક પેન્શન: જેમને પહેલા ₹15,800 મળતા હતા, તેમને હવે ₹16,000 મળશે (₹200 નો વધારો).

₹20,000 બેઝિક પેન્શન: માસિક પેન્શન ₹31,600 થી વધીને ₹32,000 થશે (₹400 નો વધારો).

₹30,000 બેઝિક પેન્શન: માસિક આવકમાં અંદાજે ₹600 નો વધારો જોવા મળશે.

₹50,000 બેઝિક પેન્શન: કુલ પેન્શન ₹79,000 થી વધીને ₹80,000 થશે, એટલે કે પૂરા ₹1,000 વધુ મળશે.

₹70,000 બેઝિક પેન્શન: ઉચ્ચ પેન્શન ધારકોને દર મહિને ₹1,400 નો સીધો ફાયદો થશે અને તેમનું કુલ પેન્શન ₹1,12,000 થશે.

સરકારનો ઉદ્દેશ્ય

કેન્દ્ર સરકારનું કહેવું છે કે આર્થિક અનિશ્ચિતતા અને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં થતા વધારા સામે પેન્શનરોને રક્ષણ આપવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. રેલ્વે મંત્રાલયના જણાવ્યા અનુસાર, બાકી રહેલી રકમ (Arrears) ટૂંક સમયમાં જ પેન્શનરોના બેંક ખાતામાં જમા કરી દેવામાં આવશે. આ નિર્ણયથી ન માત્ર નિવૃત્ત રેલ્વે કર્મચારીઓ પણ તેમના પરિવારજનોને પણ આર્થિક ટેકો મળશે. રેલ્વે પેન્શનરો લાંબા સમયથી આ વધારાની રાહ જોઈ રહ્યા હતા, અને મે મહિનામાં જારી થયેલા આ આદેશથી જૂન મહિનાથી તેમના હાથમાં વધુ રકમ આવશે તે નક્કી છે.

આ પણ વાંચોઃ Work from home નો આર્થિક જાદુ, 2,000 કર્મચારીઓ ઘરેથી કામ કરે તો આટલા રૂપિયાની થાય બચત!