જો તમે નોકરિયાત છો અને તમારું PF કપાય છે તો આ સમાચાર તમારા માટે જ છે. ઘણા લોકો ખોટા કારણો આપી પોતાના EP એકાઉન્ટમાંથી પૈસા વિડ્રો કરતા હોય છે. જો તમે પણ આવું કરતા હોવ કે કરવાનું વિચારતા હોવ તો સાવધાન થઈ જજો. આવા લોકો માટે EPFOએ તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ખાસ એલર્ટ જાહેર કર્યું છે.

PF રકમનો ખોટો ઉપયોગ કર્યો તો સાવધાન

જો તમે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFOના સભ્ય છો તો ધ્યાનથી વાંચજો આ જાણકારી. જો કોઈ EPFOનો સભ્ય ખોટા કારણ આપી EP એકાઉન્ટમાંથી પૈસા ઉપાડે છે અને તેનો ઉપયોગ કોઈ ગેરકાનૂની કે અન્ય જગ્યાએ કરે છે તો EPFO તેની સામે દંડાત્મક કાર્યવાહી કરી શકે છે. અને EPFO સભ્ય પાસેથી વ્યાજ સહિત ઉપાડની પુરી રકમ પરત માગી શકે છે. આ નિયમ EPFO સ્કીમ 1952 અંતર્ગત કડકાઈથી લાગુ થાય છે. જેથી EPની રકમનો યોગ્ય જગ્યાએ ઉપયોગ થાય.

ખોટું કારણ આપશો તો EPFO કરશે દંડાત્મક કાર્યવાહી

નિયમ પ્રમાણે EPની રકમના ઉપાડ માટે ચોક્કસ કારણો નક્કી કરવામાં આવેલા છે. જેવા કે ઘર ખરીદવા, લગ્ન કરવા માટે, શિક્ષણ, હેલ્થ ઈમરજન્સી કે પછી કુદરતી આપત્તિ. EPFOના એલર્ટ પ્રમાણે જો આ કારણો સિવાય EPની રકમનો ઉપયોગ થયો એટલે કે ખોટા કારણો માટે ઉપયોગ થયો તો 3 મહિનાની અંદર EPFO પૂરી રકમની વસુલાતની સાથે સાથે ભવિષ્યમાં સભ્યને EP ઉપાડની મંજૂરી નહીં આપે. ઉપરાંત કોર્ટ કાર્યવાહી પણ કરી શકે છે. આ નિર્ણયનો ઉદ્દેશ્ય EPFO સભ્યના ભવિષ્યને સુરક્ષિત કરવાનો છે.