કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે દિવાળીના અવસરે GST 2.0 હેઠળ થયેલા સુધારાઓનો લાભ સામાન્ય લોકો સુધી પહોંચાડવાનો આંકડો રજુ કર્યો છે. તેમને કહ્યું કે તાજેત્તરમાં GSTના સ્લેબમાં ઘટાડાના કારણે ગ્રાહકોને લાભ થયો છે. મંત્રી પીયૂષ ગોયલ અને મંત્રી અશ્વિની વૈષ્ણવની સાથે પત્રકાર પરિષદમાં તેમને જાણકારી આપી કે આ સુધારાઓથી વાહનો અને ઈલેક્ટ્રોનિક્સની ખરીદીમાં બમ્પર વધારો થયો છે.

https://twitter.com/PiyushGoyal/status/1979500837585174862

22 સપ્ટેમ્બરે ટેક્સ સ્લેબમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા

નિર્મલા સીતારમણે કહ્યું કે સરકારે 54 દૈનિક ઉપયોગની વસ્તુઓ પર નજર રાખી અને જાણ્યું કે આ તમામ વસ્તુઓમાં GST સુધારાના કારણે થતો ટેક્સ લાભ ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીની દિવાળી પરની ભેટ સફળતાપૂર્વક સામાન્ય જનતા સુધી પહોંચી ચૂકી છે. કેટલાક કેસમાં વ્યવસાયોએ વધારે ટેક્સનો લાભ ગ્રાહકોને આપ્યો છે. જણાવી દઈએ કે ગયા મહિને જ કેન્દ્ર સરકારે GST સિસ્ટમમાં ફેરફાર કર્યો જેમાં ટેક્સ સ્લેબમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા. આ સુધારો 22 સપ્ટેમ્બરથી દેશભરમાં લાગુ થયો હતો.

વાહન અને ઈલેક્ટ્રોનિક્સના વેચાણમાં મોટો ઉછાળો

નિર્મલા સીતારમણે કહ્યું કે ટેક્સ સ્લેબમાં ઘટાડાનું કારણ સામાન્ય લોકોના હાથમાં વધારે પૈસા આવ્યા. જેનાથી વાહનોના વેચાણમાં વધારો થયો છે. તેમને જણાવ્યું કે થ્રી-વ્હીલર વાહનોના વેચાણમાં વાર્ષિક ધોરણે 5.5%નો વધારો થયો છે. ત્યારે ટુ-વ્હીલરનું વેચાણ 21.6 લાખ યૂનિટ સુધી પહોંચ્યું, માત્ર સપ્ટેમ્બરમાં જ પેસેન્જર વાહનોનું વેચાણ 3.72 લાખ રહ્યું. ત્યારે એસીનું વેચાણ જીએસટી સુધારાઓના પ્રથમ દિવસે જ બે ગણું થઈ ગયું, જ્યારે ટીવીના વેચાણમાં 30-35 ટકાનો વધારો થયો.

વધુમાં મંત્રી અશ્વિની વૈષ્ણવે અનુમાન લગાવ્યું કે આ વર્ષે ઈલેક્ટ્રોનિક્સના વેચાણમાં 20 લાખ કરોડ રૂપિયાનો વધારો થશે. તેમને કહ્યું કે ઈલેક્ટ્રોનિક્સના વેચાણમાં 25 ટકા વધારો થયો છે, સાથે જ જીએસટી સુધારાથી વસ્તુઓની કિંમતોમાં ઘટાડો થયો છે. ત્યારે મંત્રી પીયુષ ગોયલે કહ્યું કે આ સુધારો સ્વતંત્રતા બાદ સૌથી મોટી આર્થિક પહેલ છે અને વૈશ્વિક આર્થિક અસ્થિરતા છતાં પણ ભારતનો વિકાસ મજબુત રીતે થઈ રહ્યો છે.