સરકારી માલિકીની કંપનીએ મંગળવારે જણાવ્યું હતું કે તેણે લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG) કેરિયર 'એનર્જી ફિડેલિટી' માટે ગ્રીક કંપની આલ્ફા ગેસ સાથે લાંબા ગાળાના ચાર્ટર કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર આલ્ફા ગેસની સિંગાપોર સ્થિત પેન્થિઓન મેરીટાઇમ સર્વિસીસ સાથે કરવામાં આવ્યો છે અને એથેન્સમાં બંને કંપનીઓના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા તેના પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, એમ ગેઇલે એક નિવેદનમાં જણાવ્યું.
કેટલું LNG આવશે?
ગેઈલે જણાવ્યું હતું કે 1,74,000 ક્યુબિક મીટરની ક્ષમતા ધરાવતું આ જહાજ ઉત્સર્જન ઘટાડવાના હેતુથી અદ્યતન પ્રોપલ્શન અને ઇંધણ-કાર્યક્ષમ તકનીકોથી સજ્જ છે. આ કરાર ગેઇલની તેની LNG શિપિંગ ક્ષમતાને મજબૂત બનાવવા અને ભારતની લાંબા ગાળાની ઊર્જા સુરક્ષાને ટેકો આપવાની વ્યૂહરચનાનો એક ભાગ છે. ગેઈલ યુનાઈટેડ સ્ટેટ્સ અને રશિયા જેવા દેશોમાંથી લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG) આયાત કરવા માટે કેરિયરનો ઉપયોગ કરશે.
ગેઈલ દેશની સૌથી મોટી ગેસ કંપની
ગેઈલ ભારતની સૌથી મોટી કુદરતી ગેસ કંપની છે, જે ટ્રેડિંગ, ટ્રાન્સમિશન, LPG ઉત્પાદન અને ટ્રાન્સમિશન, LNG શિપિંગ, LNG રિ-ગેસિફિકેશન, પેટ્રોકેમિકલ્સ અને સિટી ગેસ જેવા ક્ષેત્રોમાં વિવિધ હિતો ધરાવે છે. કંપની પાસે સમગ્ર દેશમાં ફેલાયેલી 18,001 કિલોમીટરથી વધુ કુદરતી ગેસ પાઈપલાઈન્સનું નેટવર્ક છે. કંપની આ નેટવર્કની માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે. આલ્ફા ગેસ ગ્રીસમાં એક અગ્રણી શિપિંગ કંપની છે, જે LNG શિપ મેનેજમેન્ટ સેવાઓનું વ્યાપક ઈન-હાઉસ પેકેજ પૂરું પાડે છે.
ગેઈલના શેરમાં વધારો
જોકે મંગળવારે ગેઈલ ઈન્ડિયાના શેરમાં વધારો જોવા મળ્યો. બીએસઈના ડેટા મુજબ ગેઈલના શેર 1.47% વધીને રૂપિયા 145.25 પર બંધ થયા. ટ્રેડિંગ સેશન દરમિયાન, કંપનીનો શેર ₹145.75 ની ઊંચી સપાટીએ પહોંચ્યો. કંપનીનો શેર ₹143.95 પર ખુલ્યો અને શરૂઆતના ટ્રેડિંગમાં ₹141.05 ની નીચી સપાટીએ પહોંચ્યો. 12 જૂન, 2025ના રોજ કંપનીનો શેર ₹202.65 ની 52-અઠવાડિયાની ઊંચી સપાટીએ પહોંચ્યો. 23 માર્ચ, 2026 ના રોજ, કંપનીનો શેર ₹134.35 ની 52-અઠવાડિયાની નીચી સપાટીએ પહોંચ્યો.
આ પણ વાંચો : Strait of Hormuz: રશિયા પછી હવે અહીંથી ભારતમાં આવશે તેલનો મોટો જથ્થો