સોનાના ભાવ 1 લાખ રૂપિયાને વટાવી ગયા હતા, ત્યારે હવે કોઈ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છે તો તેના માટે રાહતના સમાચાર કહી શકાય. ગયા અઠવાડિયે સોનાના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે અને મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે MCX પર 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 1900 રૂપિયાથી વધુ ઘટી ગઈ છે. સોનાની કિંમત સ્થાનિક બજારમાં પણ સસ્તી થઈ ગઈ છે.

સોનાનો દર 1948 ઘટી ગયો

જો આપણે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX ) પર સોનાના દર વિશે વાત કરીએ, એક અઠવાડિયાથી સતત સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અહીં 8 ઓગસ્ટના રોજ 999 શુદ્ધતાવાળા 10 ગ્રામ સોનાની કિંમત 101798 હતી જે શુક્રવારે 99,850 પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ. આ રીતે અઠવાડિયાના માત્ર ચાર ટ્રેડિંગ દિવસોમાં MCX પર સોનાનો દર 1948 ઘટી ગયો છે.

જાણો સોના ચાંદીના શું છે ભાવ

સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. આજે શુદ્ધ સોનાના ભાવમાં 300 રૂપિયાનો ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં, તેની કિંમત હવે ઘટીને 102,300 રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ ગઈ છે. તે જ સમયે, ચાંદીનો ભાવ હજુ પણ તેના ઉચ્ચતમ સ્તરની નજીક છે પરંતુ આજે તેમાં 900 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. હવે તેની કિંમત 1,17,500 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.


મોટા શહેરોમાં શું છે સોનાનો ભાવ ?

અમદાવાદરૂ. 1,01,230રૂ. 92,800
દિલ્હીરૂ. 1,01,330 રૂ. 92,900
મુંબઈરૂ. 1,01,180રૂ. 92,750
ચેન્નાઈરૂ. 1,01,180 રૂ. 92,750


સ્થાનિક બજારમાં આટલું સસ્તું

હવે સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં ફેરફારની વાત કરીએ તો, ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ અનુસાર, 8 ઓગસ્ટના રોજ સવારે સોનાનો ભાવ 1,01,406 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો જ્યારે સાંજે તે ઘટીને 1,00,942 રૂપિયા પર આવી ગયો હતો. ત્યાર બાદ ઘટાડો વધતો રહ્યો અને ગયા શુક્રવારે આ 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 100023 રૂપિયા પર આવી ગયો. 919 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો થયો હતો. જોકે, સ્થાનિક બજારમાં માંગ વધવાને કારણે તેની કિંમત 1 લાખ રૂપિયાથી ઉપર રહી છે.

જાણો કેરેટ પ્રમાણે સોનાના ભાવ

24 કેરેટ10 ગ્રામ રૂ. 1,00,023 
22 કેરેટ10 ગ્રામ રૂ. 97,620
20 કેરેટ10 ગ્રામ રૂ. 89,020
18 કેરેટ10 ગ્રામ રૂ. 81,020
14 કેરેટ10 ગ્રામ રૂ. 64,510

નોંધનીય છે કે ઇન્ડિયન બુલિયન જ્વેલર્સની વેબસાઇટ પર અપડેટ કરાયેલા સોનાના ભાવ દેશભરમાં સમાન છે પરંતુ જુદા જુદા રાજ્યો અને શહેરોમાં 3% GST (સોના પર GST) લાદવામાં આવ્યા પછી તેની કિંમતો વધે છે તેમજ મેકિંગ ચાર્જ પણ વધે છે.