કિંમતમાં આવેલા નોંધપાત્ર તફાવતનો અસર ભારતમાં સોનાની ડિમાંડ પર જોવા મળી રહ્યો છે. જે 16% સુધી ઘટી ગઇ છે.

ત્રિમાસિકમાં કેટલી ઘટી માંગ ?

આ વર્ષે 2025માં ભારતમાં સોનાંની માંગમાં તિવ્ર ઘટાડો નોંધાયો છે. જુલાઇ-સ્પ્ટેમ્બરના ત્રિમાસિક સોનાની માંગ મુજબ 16 ટકા ઘટાડો નોંધાઇને 209.4 ટન રહી ગઇ છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ તરફથી જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર કહેવામાં આવ્યુ છે કે, ગયા વર્ષની સમાન ત્રિમાસિકમાં સોનાંની માંગ 248.3 ટન હતી. હવે વાર્ષિક આધાર પર 38.9 ટન ઘટાડો નોંધાયો હતો. જો મૂલ્યના હિસાબથી જોઇએ તો આ અવધિમાં ગયા વર્ષની માંગની કિંમત 1,65,380 કરોડ રૂપિયા હતી. પરંતુ આ વર્ષની ત્રીજી ત્રિમાસિકમાં ગોલ્ડની ડિમાંડ ઓછી થઇ હોવા છતાં તેની કિંમત 2,03,240 કરોડ રૂપિયા થઇ છે.

ત્રિમાસિકમાં કિંમત 46% ઉછળી

જ્યાં એક તરફ, Gold Rateમાં તેજી આવી છે. અને માંગમાં ઘટાડો નોંધાયો છે. તો બીજી તરફ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ મુજબ રોકાણમાં મજબૂતી જોવા મળી હતી. હવે આ 20% વધીને 91.6 ટન થઇ ગઇ છે. કાઉન્સિલના ભારતીય સીઇઓ સચિન જૈનનું કહેવું છે કે, આ ભારતીય વપરાશકર્તાની વચ્ચે લોન્ગટર્મ રિઝર્વના રૂપમાં સોના માટે વધતા સ્ટ્રેટજિક પ્રતિબદ્ધતાને દર્શાવે છે. જુલાઇ-સ્પ્ટેમ્બરના ત્રિમાસિક દરમિયાન દેશમાં સોનાની કિંમત 46% વધીને 97,074.9 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ ચુકી છે.

આજે કેટલો છે Gold Rate?

સોનાંની કિંમતોમાં સપ્તાહના ચોથા કારોબારી દિવસે ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. એમસીઅક્સ પર કારોબાર શરુ થતાની સાથે એક તરફ Gold Rate 2 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ તૂટીને 1,18,665 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવ્યુ છે. તો ચાંદી 1600 રૂપિયાથી તૂટીને 1,44,402 રૂપિયા પ્રતિ કિલો પર આવ્યુ છે. જેવી રીતે કારોબાર આગળ વધતો હતો. તેવી રીતે કિંમતમાં ઘટાડો નોંધાયો હતો. તે ગ્રીન ઝોનમાં કારોબાર કરતો જોવા મળ્યો હતો.