સરકારે સોના ચાંદીની બેસ ઇમ્પોર્ટ પ્રાઇસમાં ઘટાડો ક્યો છે. સેના માટે 42 ડોલર પ્રતિ10 ગ્રામ અને ચાંદી માટે 107 ડોલર પ્રતિ કિલોગ્રામ બેઝ પ્રાઇઝ ઘટાડી છે. ગ્લોબલ માર્કેટમાં સોના ચાંદીની કિંમતોમાં ઉતાર ચઢાવ વચ્ચે દેશમાં આના કારોબારને પ્રોત્સાહન આપવા અને કિંમતોને કાબૂમાં રાખવા માટે આ પગલુ ભરવામાં આવ્યું છે
બેઝ પ્રાઇઝનો શું છે ઉપયોગ?
બેઝ પ્રાઇસનો ઉપયોગ આયાત પર લાગનારા કસ્ટમ ડ્યુટીના કેલક્યુલેશન માટે કરવામાં આવે છે. બેસ ઇમ્પોર્ટ પ્રાઇઝ દર 15 દિવસે અપડેટ કરવામાં આવે છે. બેઝ પ્રાઇઝ ઓછી કરીને સરકાર આયાત કરનાર પર ટેક્સનો ભાર ઓછો કરે છે. જેનાથી ઘરેલુ બજારમાં કિંમતો સ્થિર કરવામાં મદદ મળે છે.
ભારત સોનાનો બીજો સૌથી મોટો આયાતકાર દેશ
બેઝ પ્રાઇસમાં ઘટાડો થવાથી સોનાની આયાત સસ્તી થશે. જેનો ફાયદો ગ્રાહકોને થઈ શકે છે. ચીન પછી ભારત વિશ્વમાં સોનાનો બીજો સૌથી મોટો આયાતકાર દેશ છે. ચાંદીના સૌથી મોટા
આયાતકારોની યાદીમાં પણ ભારત પ્રથમ ક્રમે
રિપોર્ટ મુજબભારત સ્વિટઝર્લેન્ડ સૌથી વધુ સોનાની આયાત કરે છે. સોનાની કુલ આયાતમાં તેનો હિસ્સો આશરે 40 ટકા છે. યુએઈ બીજા ક્રમે છે, જેનો હિસ્સો 16 ટકા છે, અને દક્ષિણ આફ્રિકા ત્રીજા ક્રમે છે, જેનો હિસ્સો આશરે 10 ટકા છે. 2023-24 નાણાકીય વર્ષમાં, ભારતે 48 દેશોમાંથી સોનાની આયાત કરી હતી. 2024-25માં, સોનાની આયાત વાર્ષિક ધોરણે 27.3 ટકા વધીને $58 અબજ ડોલર સુધી પહોંચી ગઈ.
આજે સોનાનો ભાવ
એક દિવસ પહેલા, ફેડરલ રિઝર્વે વ્યાજ દરમાં ઘટાડાની ગતિ ધીમી કરી અને યુએસ-ચીન વેપાર તણાવ ઓછો કર્યા પછી, સોનાના ભાવ મજબૂત ડોલર પર ઘટ્યા હતા.ત્યારે ગુડ રિટર્ન મુજબ જો વાત કરીએ તો, આજે સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 24 કેરેટમાં 280 રૂપિયાનો ઘટાડો થઇને 123050 પર પહોંચ્યો છે. જ્યારે 22 કેરેટ સોનામાં 250 રૂપિયાનો ઘટાડો થઇને 1,12,800 રૂપિયા સુધી પહોંચ્યો છે.
ચાંદીના ભાવ
ચાંદીના ભાવ પણ ઘટી રહ્યા છે. 1 નવેમ્બરની સવારે ચાંદી પ્રતિ કિલોગ્રામ ₹150900 પર પહોંચી ગઈ. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીનો હાજર ભાવ નજીવો વધીને $48.97 પ્રતિ ઔંસ થયો.આજે ચાંદીનો ભાવ
