ભારતમાં સોનાની કિંમતોમાં રેકોર્ડ બ્રેક વધારો થઇ રહ્યો છે.24 કેરેટ સોનાના ભાવ એક લાખને 40 હજાર સુધી પહોંચી ગયા છે. આવામાં સોનાની કિંમત જોઇએ તો 100 ગ્રામ 24 કેરેટ સોનાના ભાવમાં 58,000 રૂપિયાનો વધારો થયો , અને 10 ગ્રામના ભાવમાં 5800 રૂપિયાનો વધારો થયો છે. ક્રિસમસના એક દિવસ પછી શુક્રવારે દેશભરમાં સોનાના ભાવ રેકોર્ડ ઊંચા સ્તરે પહોંચ્યા.


સોનાના ભાવ વધ્યા 

સોનાના ભાવમાં આ ઉછાળો તેને મધ્યમ વર્ગની પહોંચની બહાર ધકેલી રહ્યો છે. જોકે એક અહેવાલમાં એવું પણ જણાવાયું છે કે ભાવમાં આ ઉછાળો હોવા છતાં લોકોએ તેમની ખરીદી ઘટાડી નથી. આનો અર્થ એ છે કે બુલિયન બજારમાં સોનાની ખરીદી હજુ પણ ચાલુ છે. લોકોએ સોનાની ખરીદીનો સ્માર્ટ રસ્તો શોધી કાઢ્યો છે.

ભાવ વધ્યા છતાં ખરીદી ધૂમ ! 

લોકો હવે 22 કેરેટ શુદ્ધ સોના કરતાં 14 અને 18 કેરેટ સોનાને પ્રાથમિકતા આપી રહ્યા છે જેનો ઉપયોગ અગાઉ ફક્ત હીરાના દાગીના માટે થતો હતો. આ ફેરફારથી ઘરેણાં બજારમાં એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. પહેલાં હીરા જડેલા દાગીના માટે 14 અને 18 કેરેટ સોનાનો ઉપયોગ થતો હતો કારણ કે તે મજબૂત અને ટકાઉ હતા. આનાથી અન્ય દાગીના જેમ કે વીંટીઓમાં હીરા મજબૂતીથી પકડી રાખવામાં મદદ મળે છે અને તેમને સરળતાથી તૂટતા અટકાવે છે. જોકે હવે સોનાના વધતા ભાવો વચ્ચે લોકોએ તેમને ખરીદવા અને વેચવાનું શરૂ કર્યું છે.

શુદ્ધ સોનાની માંગ ઘટી 

મનીકંટ્રોલના અહેવાલ મુજબ, અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનનું કહેવું છે કે 2025ની શરૂઆતમાં સોનાનો ભાવ જે 10 ગ્રામ દીઠ ₹80,000 હતો, તે હવે ₹1.42 લાખ સુધી પહોંચી ગયો છે. બે વર્ષ પહેલાં સુધી લગ્નના દાગીનામાં 22 કેરેટ સોનાનો હિસ્સો 75% હતો પરંતુ હવે તે ઘટીને 50% થઈ ગયો છે.બજારના નિષ્ણાતો કહે છે કે સોનાના વધતા ભાવો વચ્ચે ભવિષ્યમાં 14-18 કેરેટ સોનાની માંગ રહેશે. આટલી ઊંચી કિંમતે 22 કેરેટ સોનાના દાગીના ખરીદવા દરેક માટે શક્ય નથી, તેથી 14 થી 18 કેરેટ સોનું એક વિકલ્પ તરીકે ઉભરી રહ્યું છે.


આ પણ વાંચો- Rahu Gochar 2026: નવા વર્ષમાં પાપી ગ્રહ બદલશે ચાલ, અચ્છે દિન થશે શરૂ



  • Follow us on: