આ મહિનાના અંતમાં યોજાનારી ફેડરલ રિઝર્વની બેઠક પહેલાં સોના-ચાંદી જેવી કિંમતી ધાતુઓ પર દબાણ જોવા મળી રહ્યું છે. આજની વાત કરીએ તો 1 દિવસના ઘટાડા પછી સોનાના ભાવમાં આજે કોઈ ફેરફાર થયો નથી. 1 અઠવાડિયામાં 24 કેરેટવાળું 10 ગ્રામ સોનું 3500 અને 22 કેરેટવાળું 3200 સસ્તું થયું છે. ચાંદીની વાત કરીએ તો ઈન્ડસ્ટ્રિયલ ડિમાન્ડમાં સુસ્તીના કારણે સતત ત્રીજા દિવસે આજે તેના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

સતત ત્રીજા દિવસે સ્થિર ચાંદી

ચાંદીની વાત કરીએ તો 1 ઓક્ટોબરે 1 કિલો ચાંદીના ભાવ 5000 ઘટ્યા પછી સતત 3 દિવસ સુધી તેના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આજની વાત કરીએ તો દિલ્હીમાં 1 કિલો ચાંદી 235000 ના ભાવે વેચાઈ રહી છે. બાકીના મહત્વના મહાનગરોની વાત કરીએ તો મુંબઈ અને કોલકાતામાં પણ તે આ જ ભાવે વેચાઈ રહી છે. જોકે ચેન્નાઈમાં 1 કિલો ચાંદીનો ભાવ 245000 છે એટલે કે ચારેય મોટા મહાનગરોમાં સૌથી મોંઘી ચાંદી ચેન્નાઈમાં વેચાઈ રહી છે.

દેશના કેટલાક મોટા શહેરોમાં ગોલ્ડ રેટ

શહેર24 કેરેટ સોનાની કિંમત22 કેરેટ સોનાની કિંમત
દિલ્હી1,49,3301,36,900
મુંબઈ1,49,1801,36,750
કોલકાતા1,49,1801,36,750
ચેન્નઈ1,49,1801,36,750
અમદાવાદ1,49,2301,36,800
રાજકોટ1,49,2301,36,800

શું થઈ શકે છે યુએસ ફેડની બેઠકમાં?

બુલિયન માર્કેટની નજર આ મહિનાના અંતમાં યોજાનારી ફેડરલ રિઝર્વની મીટિંગ પર લાગેલી છે. પહેલાં એવું માનવામાં આવી રહ્યું હતું કે ફેડ ચેરમેન કેવિન વોર્શ 28 ઓક્ટોબરે સતત બીજી વાર ઈન્ટરેસ્ટ રેટ વધારી શકે છે. પરંતુ હાલમાં આવેલા ઈન્ફ્લેશનના આંકડા ધારણા કરતાં ઓછા રહ્યા છે. તેનાથી એવું માનવામાં આવી રહ્યું છે કે ફેડ આ મહિનાના અંતમાં યોજાનારી બેઠકમાં ઈન્ટરેસ્ટ રેટ હાલના લેવલ પર જ જાળવી રાખવાનો નિર્ણય લઈ શકે છે.

સોનાના ભાવ પર ફેડના નિર્ણયની અસર

આ અઠવાડિયાની શરૂઆતમાં ઓક્ટોબરમાં ઈન્ટરેસ્ટ રેટ વધવાની શક્યતા લગભગ 70% હતી, જે હવે ઘટીને આશરે 22% રહી ગઈ છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે સોનાની ચાલ ફેડરલ રિઝર્વના નિર્ણય પર આધાર રાખશે. જો કેવિન વોર્શ ઈન્ટરેસ્ટ રેટમાં કોઈ ફેરફાર નહીં કરે તો સોનાના ભાવ પરનું દબાણ થોડું હળવું થઈ શકે છે.

Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.

આ પણ વાંચો-Indian Languages : ભારતમાં બીજી સૌથી વધુ બોલાતી ભાષા ઉર્દૂ નથી, જાણો કોણે મારી બાજી?