જો તમે આજે સોના ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તમે ફાયદામાં છો. કારણ કે છેલ્લા ઘણા દિવસોની જેમ આજે પણ સોના ચાંદીના ભાવમાં ઘટાડો આવ્યો છે. ત્યારે આવો જાણીએ અમદાવાદ સહિત મોટા શહેરોમાં શું ભાવ છે સોના ચાંદીના.

આજે સોનાના ભાવ વધ્યા કે ઘટ્યા ? 

નવેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે. આ મહિનો ભારતમાં લગ્નની મોસમની શરૂઆત દર્શાવે છે. પરિણામે, સોનાની માંગમાં વધારો થવાની અપેક્ષા છે. સોનાના ભાવમાં દરરોજ વધઘટ થાય છે. જોકે, આજે, 5 નવેમ્બર, ભાવમાં ઘટાડો રોકાણકારોને સોનામાં રોકાણ કરવાની તક આપે છે. દેવ દિવાળીના શુભ અવસર પર દેશમાં ઉત્સવોનો ઉત્સાહ છવાઈ રહ્યો છે. આજે સોના અને ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. બંને કિંમતી ધાતુઓ છેલ્લા બે દિવસથી સતત ઘટી રહી છે.બજારના નિષ્ણાતો માને છે કે ડોલર મજબૂત થવા અને ફેડના આક્રમક વલણને કારણે સોના પર દબાણ છે. આ દરમિયાન, ચાંદીના ભાવ ઘટી રહ્યા છે.

આજે ચાંદીનો ભાવ કેટલો  ? 

ગુડ રિટર્ન અનુસાર આજે ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે. ચાંદીનો ભાવ આજે 1,50,500 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યો છે.

મોટા શહેરોમાં સોનાનો લેટેસ્ટ રેટ


શહેર 24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ
અમદાવાદ 1,21,530 1,11,400
સુરત 
1,21,530 1,11,400
ચેન્નાઇ 1,21,970 1,11,800
મુંબઇ 1,21,480 1,11,350
દિલ્હી 1,21,630 1,11,500
કોલકાતા 1,21,480 1,11,350