ઑક્ટોબર મહિનો શેર માર્કેટ માટે મુશ્કેલ રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડાની સ્થિતિ જોવા મળી છે. પરંતુ આ બધામાં સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી આવી છે. સોનું 1 લાખને 32 હજારને પાર પહોંચ્યું હતું. જો કે થોડા સમયથી સોનાના ભાવ ઘટી રહ્યા છે. ત્યારે નવેમ્બર મહિનાની શરૂઆતમાં જ સોનાના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. ત્યારે આવો જાણી આજે શું છે સોના ચાંદીનો લેટેસ્ટ ભાવ
આજે સોનાનો ભાવ
એક દિવસ પહેલા, ફેડરલ રિઝર્વે વ્યાજ દરમાં ઘટાડાની ગતિ ધીમી કરી અને યુએસ-ચીન વેપાર તણાવ ઓછો કર્યા પછી, સોનાના ભાવ મજબૂત ડોલર પર ઘટ્યા હતા.ત્યારે ગુડ રિટર્ન મુજબ જો વાત કરીએ તો, આજે સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 24 કેરેટમાં 280 રૂપિયાનો ઘટાડો થઇને 123050 પર પહોંચ્યો છે. જ્યારે 22 કેરેટ સોનામાં 250 રૂપિયાનો ઘટાડો થઇને 1,12,800 રૂપિયા સુધી પહોંચ્યો છે.
ચાંદીના ભાવ
ચાંદીના ભાવ પણ ઘટી રહ્યા છે. 1 નવેમ્બરની સવારે ચાંદી પ્રતિ કિલોગ્રામ ₹150900 પર પહોંચી ગઈ. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીનો હાજર ભાવ નજીવો વધીને $48.97 પ્રતિ ઔંસ થયો.આજે ચાંદીનો ભાવ
મોટા શહેરોમાં સોનાનો લેટેસ્ટ રેટ (ગુડ રિટર્ન અનુસાર )
| શહેર | 24 કેરેટ પ્રતિ 10ગ્રામ | 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ |
| અમદાવાદ | ₹1,23,050 | ₹112,800 |
| વડોદરા | ₹1,23,050 | ₹112,800 |
| ચેન્નાઇ | ₹122,290 | ₹112,100 |
| મુંબઇ | ₹123,380 | ₹113,100 |
| દિલ્હી | ₹123,150 | ₹112,900 |
| કોલકાતા | ₹123,300 | ₹112,750 |
| બેંગ્લોર | ₹123,300
| ₹112,750 |
લગ્નની મોસમ શરૂ થવાની તૈયારીમાં છે, અને આના કારણે સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓની માંગમાં વધારો થઈ શકે છે. લોકો લગ્ન જેવા મુખ્ય પ્રસંગો માટે સોના અને ચાંદીની ખરીદી કરે છે, જેના કારણે તેમની માંગ અને ભાવમાં વધારો થાય છે.
સોનાના ભાવ કેમ ઘટી રહ્યા છે?
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, એચડીએફસી સિક્યોરિટીઝના સિનિયર કોમોડિટી વિશ્લેષક સુમિલ ગાંધી માને છે કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની ઉચ્ચ-સ્તરીય બેઠક સકારાત્મક નોંધ પર સમાપ્ત થઈ હોવા છતાં, બે મુખ્ય અર્થતંત્રો વચ્ચે લાંબા ગાળાની સ્પર્ધા અંગે ચિંતાઓ યથાવત છે. આ અનિશ્ચિતતાએ સોનામાં સલામત રોકાણોની માંગ ફરી શરૂ કરી છે.
શરૂઆતમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો મુખ્યત્વે તહેવારોની મોસમ, મજબૂત રોકાણ માંગ અને વૈશ્વિક બજારોમાં અસ્થિરતાને કારણે થયો હતો. હવે, ફુગાવો, બદલાતા ડોલરની અસર અને સંભવતઃ કેટલાક રોકાણકારો દ્વારા નફો બુક કરવા જેવા પરિબળોને કારણે ત્રણ દિવસની સ્થિરતા પછી બંને ધાતુઓમાં ઘટાડો થયો છે, ખાસ કરીને ચાંદીમાં, જેમાં પ્રતિ કિલોગ્રામ ₹4,100 ની આસપાસ દબાણ જોવા મળ્યું હતું.