દેશમાં સોના ચાંદીના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. સોનાના ભાવ વધી રહ્યા છે તો ક્યારેક ઘટી રહ્યા છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી સોનાના ભાવમાં ઘટાડો આવ્યો હતો પરંતુ હવે સોનાના ભાવે રફતાર પકડી છે. દેશમાં સોના ચાંદીની કિંમતમાં તેજી જોવા મળી રહી છે. ત્યારે આવો જાણીએ 15 નવેમ્બરે શું છે સોના ચાંદીના ભાવ.
આજે સોનાના ભાવ (ગુ઼ડ રિટર્ન અનુસાર)
આજે પ્રતિ 10 ગ્રામના આધારે વાત કરીએ તો આજે દેશમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,25,080 રૂપિયા છે જે શુક્રવારના બંધ ભાવ 1,27,040 રૂપિયા કરતા 1960 રૂપિયા ઓછો છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 1,14,650 રૂપિયા છે જે ગઈકાલના બંધ ભાવ 1,16,450 રૂપિયા કરતા 1800 રૂપિયા ઓછો છે. જ્યારે 18 કેરેટ સોના (જેને 999 સોના તરીકે પણ ઓળખવામાં આવે છે)નો ભાવ 93810 રૂપિયા છે જે શુક્રવારના બંધ ભાવ 95280 રૂપિયા કરતા 1470 રૂપિયા ઓછો છે.
આજે ચાંદીના ભાવ (ગુડ રિટર્ન અનુસાર)
ભારતમાં ચાંદીના ભાવની વાત કરીએ તો, આજે બુલિયન બજારમાં ગઈકાલની સરખામણીમાં, એટલે કે શુક્રવારની સરખામણીમાં મોટો ઘટાડો નોંધાયો છે. શુક્રવારના પ્રતિ કિલોગ્રામ ₹1,73,100 ના રેકોર્ડની સરખામણીમાં, આજે ભારતમાં ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ ₹1,69,000 છે. આનો અર્થ એ થાય કે પ્રતિ કિલોગ્રામ ₹4,100 નો ઘટાડો થયો છે.
મેટ્રો શહેરોમાં શું છે સોનાનો ભાવ(ગુડ રિટર્ન અનુસાર)
| શહેર | 24 કેરેટ પ્રતિ 10ગ્રામ | 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ |
| અમદાવાદ | 1,25,130 | 1,14,700 |
ચેન્નાઇ
| 1,26,000 | 1,15,500 |
| સુરત | 1,25,130 | 1,14,700 |
| મુંબઇ | 1,25,080 | 1,14,650 |
| દિલ્હી | 1,25,230 | 1,14,800 |
| કોલકાતા | 1,25,080 | 1,14,650 |
વડોદરા
| 1,25,130 | 1,14,700 |
સોનું ખરીદતી વખતે શું રાખશો ધ્યાન ?
સોનું ખરીદતી વખતે હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) ના હોલમાર્ક સાથે સોનું ખરીદો. આ એક આલ્ફાન્યૂમેરિક નંબર છે જે સોનાની શુદ્ધતા નક્કી કરે છે. ઉપરાંત, હંમેશા કિંમતને ક્રોસ-ચેક કરો. આજના સોનાના ભાવ પ્રતિ ગ્રામ અથવા કેરેટ દ્વારા 10 ગ્રામ જોવા માટે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન જેવી વિવિધ વેબસાઇટ્સની મુલાકાત લો.