ઓક્ટોબરની શરૂઆતથી ભારતમાં સોનાના ભાવ ઐતિહાસિક ઊંચાઈએ પહોંચી રહ્યા છે. આ પાછળનું મુખ્ય કારણ સંભવિત યુએસ શટડાઉનનો ભય હોવાનું માનવામાં આવે છે, જેના કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ વિકલ્પો શોધવા લાગ્યા છે. વધુમાં, ભારતમાં તહેવારોની સિઝન દરમિયાન પણ માગ વધે છે પરિણામે ભાવમાં વધારો થાય છે. ત્યારે આવો જાણીએ 13 ઓક્ટોબર સોમવારે સોનાના ભાવમાં શું ફેરફાર આવ્યો.
સોનાનો ભાવ કેટલો વધ્યો છે?
સ્થાનિક બજારમાં, રોકાણ હેતુ માટે ખરીદવામાં આવતું 24 કેરેટ સોનું ₹1,25,400 પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે, જે ₹320 નો વધારો દર્શાવે છે. દરમિયાન, સામાન્ય રીતે ઘરેણાં માટે વપરાતું 22 કેરેટ સોનું ₹300 નો વધારો દર્શાવે છે, જે ₹1,14,950 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. વધુમાં, ઘરેણાં બનાવવા માટે લોકપ્રિય 18 કેરેટ સોનું આજે ₹95,050 પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે, જે ₹240 નો વધારો દર્શાવે છે.
નિષ્ણાતો કહે છે કે અમેરિકામાં સરકાર બંધ થવાની આશંકા અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા રોકાણકારોને સોના જેવા સુરક્ષિત રોકાણ તરફ દોરી રહી છે. દરમિયાન, ભારતમાં નવરાત્રી, ધનતેરસ અને દિવાળી જેવા તહેવારોને કારણે માંગમાં વધારો થવાને કારણે સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં વધારો થયો છે.
મોટા શહેરોમાં સોનાનો ભાવ (ગુડ રિટર્ન અનુસાર)
| શહેર | 24 કેરેટ પ્રતિ 10ગ્રામ | 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ |
| અમદાવાદ | ₹1,25,450 | ₹115,000 |
| વડોદરા | ₹1,25,450 | ₹115,000 |
| ચેન્નાઇ | ₹125,730 | ₹115,250 |
| મુંબઇ | ₹125,400 | ₹114,950 |
| દિલ્હી | ₹125,550 | ₹115,100 |
| કોલકાતા | ₹125,400 | ₹114,950 |
| બેંગ્લોર | ₹125,400 | ₹114,950 |
22 કેરેટ અને 24 કેરેટમાં શું છે તફાવત?
24 કેરેટ સોનું 99.9% શુદ્ધ અને 22 કેરેટ સોનું લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે તેને જ્વેલરી બનાવી શકાતું નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.
તહેવાર ટાણે સોનાની માગ વધી
ભારતમાં તહેવારોની મોસમ દરમિયાન ઘરેણાં ખરીદવાને એક પરંપરા માનવામાં આવે છે. કરવા ચોથથી ધનતેરસ અને દિવાળી સુધી સોના અને ચાંદીની માંગ વધે છે. આ જ કારણ છે કે ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન ભાવમાં વારંવાર વધારો થાય છે. વર્તમાન પરિસ્થિતિને જોતાં, એવો અંદાજ છે કે આ વર્ષે ધનતેરસ સુધીમાં સોનાના ભાવમાં વધુ વધારો થઈ શકે છે. તેથી, જો તમે ખરીદીનું આયોજન કરી રહ્યા છો, તો વહેલા નિર્ણય લેવો ફાયદાકારક હોઈ શકે છે.
વૈશ્વિક બજારની અસર
માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સોના અને ચાંદીના ભાવ વધી રહ્યા છે. વૈશ્વિક બજારમાં, સોનું $4,039.26 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે. દરમિયાન, ચાંદી પહેલીવાર $50 પ્રતિ ઔંસના સ્તરને પાર કરી ગઈ છે, જે એક મહત્વપૂર્ણ સ્તર માનવામાં આવે છે. આ વધારા પાછળ અનેક આંતરરાષ્ટ્રીય પરિબળો જવાબદાર છે, જેમાં યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષા, ડોલર નબળો પડવો, ભૂ-રાજકીય તણાવ અને કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની ખરીદી ચાલુ રાખવાનો સમાવેશ થાય છે.
મિસ્ડ કોલથી જાણો કિંમત
22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક દરો જાણવા માટે તમે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડા સમયની અંદર એસએમએસ દ્વારા દરો ઉપલબ્ધ થશે. આ સિવાય સતત અપડેટ્સ વિશેની માહિતી માટે તમે www.ibja.co અથવા ibjarates.com પર જઈ શકો છો.










