સોના ચાંદીના ભાવ એવા છે જેમાં દરરોજ ફેરફાર જોવા મળે છે. ક્યારેક ભાવ વધે છે તો ક્યારેક ભાવ ઘટે છે. સોનાના ભાવ અત્યાર સુધી ઘટી રહ્યા હતા પરંતુ હવે ફરી પાછી ભાવમાં તેજી જોવા મળી રહી છે. વળી લગ્નની સિઝન શરૂ થઇ ગઇ એટલે સોના ચાંદીની માગ પણ વધી. તેવામાં સોના ચાંદીના ભાવમાં સતત ફેરફાર આવે તે દરેક લોકોને અસર કરે છે. ત્યારે આવો જાણીએ 12 નવેમ્બરે સોનાના શું છે ભાવ..

આજે સોનાનો ભાવ

બુધવાર, 12 નવેમ્બરના રોજ સ્થાનિક વાયદા બજારમાં સોનાના ભાવ સ્થિર રહ્યા. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 5 ડિસેમ્બરની સમાપ્તિ તારીખવાળા સોનાના વાયદા ₹1,24,300 પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યા. પાછલા ટ્રેડિંગ દિવસે, સોનું ₹1,23,913 પર બંધ થયું હતું. 12 નવેમ્બરના રોજ સવારે 10 વાગ્યે MCX પર 5 ડિસેમ્બરની સમાપ્તિ તારીખવાળા સોનાનો ભાવ ₹1,23,998 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જે પાછલા દિવસના બંધ ભાવથી ₹80 નો વધારો દર્શાવે છે. MCX સોનું શરૂઆતના ટ્રેડિંગમાં ₹1,24,444 ની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. જ્યારે વાત કરીએ ગુડ રિટર્ન અનુસાર તો, આજે સોનાના ભાવ 330 રૂપિયાના ઘટાડા સાથે 125560 પર પહોંચ્યા છે.


આજે ચાંદીનો ભાવ

બુધવારે MCX પર ચાંદીના ભાવ પણ સ્થિર રહ્યા. MCX પર ચાંદી ₹1,55,466 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી. ટ્રેડિંગ દિવસની શરૂઆતમાં ચાંદી ₹1,54,926 પર ખુલી હતી. પાછલા દિવસના બંધની તુલનામાં, ચાંદીના ભાવમાં લગભગ 700 રૂપિયાનો વધારો નોંધાઈ રહ્યો હતો. જ્યારે ગુડ રિટર્ન અનુસાર ચાંદીના ભાવ આજે 162000 પ્રતિ કિલોના ભાવે ટ્રેન્ડ થઇ રહ્યા છે.


મોટા શહેરોમાં સોના ચાંદીનો ભાવ (ગુ઼ડ રિટર્ન અનુસાર )



શહેર 24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ
અમદાવાદ 1,25,560 1,15,100
ચેન્નાઇ 1,26,560 1,16,000
અમદાવાદ 1,25,560 1,15,100
મુંબઇ 1,25,510 1,15,050
દિલ્હી 1,25,660 1,15,200
કોલકાતા 1,25,510 1,15,050
વડોદરા 1,25,560 1,15,100
સોનું ખરીદતી વખતે શું રાખશો ધ્યાન ?
સોનું ખરીદતી વખતે હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) ના હોલમાર્ક સાથે સોનું ખરીદો. આ એક આલ્ફાન્યૂમેરિક નંબર છે જે સોનાની શુદ્ધતા નક્કી કરે છે. ઉપરાંત, હંમેશા કિંમતને ક્રોસ-ચેક કરો. આજના સોનાના ભાવ પ્રતિ ગ્રામ અથવા કેરેટ દ્વારા 10 ગ્રામ જોવા માટે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન જેવી વિવિધ વેબસાઇટ્સની મુલાકાત લો.