દેશમાં સોનાના ભાવમાં સતત વધ ઘટ નોંધાઇ રહી છે. ખાસ કરીને કહીએ તો, ભાવ ઘટતા નથી, વધી જ રહ્યા છે. રોજબરોજ ભાવમાં ફેરફાર આવે છે. ત્યારે 11 ઓક્ટોબરે પણ સોનાના ભાવમાં ફેરફાર થયો. તહેવાર આવી રહ્યા છે. સોના ચાંદીની માગમાં વધારો થાય છે. પુષ્ચ નક્ષત્ર અને ધનતેરસના દિવસે સોના ચાંદી ખરીદે છે. ત્યારે તમે પણ જો સોનું ખરીદવા માગતા હોવ તો આજે સોના ચાંદીના ભાવ વિશે વાત કરીએ 


[[$googlead]]

આજે સોનાનો ભાવ 

આજે ગુડ રિટર્ન મુજબ સોનાના ભાવમાં વધારો થયો છે. ભારતમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ ₹1,24,260 છે, જે ગઈકાલના ₹1,23,710 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતા. જે આજે ₹550નો ભાવ વધારો દર્શાવે છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ શુક્રવારના ભાવ કરતા ₹500રૂપિયા વધીને ₹113900 રૂપિયા પ્રતિ ગ્રામ પર પહોંચી ગયો છે. દેશમાં 18 કેરેટ સોનાનો ભાવ પણ થોડો વધ્યો છે, જે ગઈકાલથી ₹41 વધીને આજે પ્રતિ ગ્રામ ₹9,319 થયો છે.

મોટા શહેરોમાં સોનાનો ભાવ (ગુડ રિટર્ન અનુસાર)


[[$alsoread]]
શહેર

 24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ
અમદાવાદ ₹1,24,310 ₹113,950
વડોદરા ₹1,24,310 ₹113,950
ચેન્નાઇ ₹124,640 ₹114,250
મુંબઇ ₹124,260 ₹113,900
દિલ્હી₹122,440 ₹112,200
કોલકાતા 
₹124,260 ₹113,900
બેંગ્લોર ₹124,260 ₹113,900 


 22 કેરેટ અને 24 કેરેટમાં શું છે તફાવત?

24 કેરેટ સોનું 99.9% શુદ્ધ અને 22 કેરેટ સોનું લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે તેને જ્વેલરી બનાવી શકાતું નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.

તહેવાર ટાણે સોનાની માગ વધી

ભારતમાં તહેવારોની મોસમ દરમિયાન ઘરેણાં ખરીદવાને એક પરંપરા માનવામાં આવે છે. કરવા ચોથથી ધનતેરસ અને દિવાળી સુધી સોના અને ચાંદીની માંગ વધે છે. આ જ કારણ છે કે ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન ભાવમાં વારંવાર વધારો થાય છે. વર્તમાન પરિસ્થિતિને જોતાં, એવો અંદાજ છે કે આ વર્ષે ધનતેરસ સુધીમાં સોનાના ભાવમાં વધુ વધારો થઈ શકે છે. તેથી, જો તમે ખરીદીનું આયોજન કરી રહ્યા છો, તો વહેલા નિર્ણય લેવો ફાયદાકારક હોઈ શકે છે.

વૈશ્વિક બજારની અસર

માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સોના અને ચાંદીના ભાવ વધી રહ્યા છે. વૈશ્વિક બજારમાં, સોનું $4,039.26 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે. દરમિયાન, ચાંદી પહેલીવાર $50 પ્રતિ ઔંસના સ્તરને પાર કરી ગઈ છે, જે એક મહત્વપૂર્ણ સ્તર માનવામાં આવે છે. આ વધારા પાછળ અનેક આંતરરાષ્ટ્રીય પરિબળો જવાબદાર છે, જેમાં યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષા, ડોલર નબળો પડવો, ભૂ-રાજકીય તણાવ અને કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની ખરીદી ચાલુ રાખવાનો સમાવેશ થાય છે.

2025નું પ્રદર્શન અત્યાર સુધી કેવું રહ્યું છે?

2025 ની શરૂઆતથી સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં 50% થી વધુનો વધારો થયો છે. વર્ષની શરૂઆતમાં સોનામાં રોકાણ કરનારા રોકાણકારો માટે આ એક સ્વાગત રાહત છે. ગોલ્ડ ETF માં રોકાણ વધારવાથી પણ ભાવને ટેકો મળી રહ્યો છે.

મિસ્ડ કોલથી જાણો કિંમત

22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક દરો જાણવા માટે તમે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડા સમયની અંદર એસએમએસ દ્વારા દરો ઉપલબ્ધ થશે. આ સિવાય સતત અપડેટ્સ વિશેની માહિતી માટે તમે www.ibja.co અથવા ibjarates.com પર જઈ શકો છો.

  • Follow us on: