મહિનાની શરૂઆતમાં જ સોનાના ભાવમાં ઉછાળો આવ્યો હતો. . વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા અને ડોલરમાં નબળાઇ તથા યુએસમાં વ્યાજ દરોમાં ઘટાડાની શક્યતાને પગલે ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. પરંતુ ત્યારબાદ જીએસટી દરોમાં ફેરફારને કારણે સોનાના ભાવ ઘટ્યા હતા. જો કે તે બાદ સોનાના ભાવ સતત વધી રહ્યા છે. સોનાની મજબૂત માંગ અને વૈશ્વિક અર્થતંત્ર પર યુએસ નીતિઓની અસર પણ ભાવ વધારાનું મુખ્ય કારણ માનવામાં આવે છે. ત્યારે આવો જાણીએ દેશભરમાં આજે શું છે સોના ચાંદીનો ભાવ 


સોનાનો આજનો ભાવ

10 સપ્ટેમ્બરે સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ઇન્ડિયન બુલિયન એસોસિએષ પર 24 કેરેટ સોનાનો ભાવ 1,09,440 રૂપિયા પર પહોંચ્યો છે. જ્યારે મંગળવારે સોનાનો ભાવ 1,08,900 અંક પર ટ્રેડ કરી રહ્યો હતો. હાલમાં સોનાનો ભાવ 1,080,000 રૂપિયાની પાર થઇ ગયો છે. જે બાદ 1400 રૂપિયાનો જબરદસ્ત વધારો થયો છે. 


મેટ્રો શહેરોમાં શું છે સોનાનો ભાવ ?

શહેર 24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ
અમદાવાદ રૂ 1,10,560 રૂ. 1,01,350
દિલ્હી રૂ.1,10,660 
રૂ. 1,01,450
મુંબઈ રૂ. 1,09,240 રૂ. 1,01,300
ચેન્નાઈ રૂ.1,09,560 રૂ.1,01,300
બેંગલુરુ રૂ.1,09,330 રૂ. 1,01,300

કેમ સોનાની કિંમત વધી ?

સોનાના ભાવમાં વધારાનું કારણ વૈશ્વિક સ્તરે જોવા મળેલા તાજેતરના તણાવ છે. પછી ભલે તે કતાર અને ઇઝરાયલ વિશે હોય કે યુક્રેન અને રશિયા વિશે હોય... આનાથી રોકાણકારોમાં સુરક્ષિત રોકાણ માટે સોનાનું આકર્ષણ વધ્યું છે. આ સાથે યુએસ ફેડ દ્વારા વ્યાજ દરમાં સંભવિત ઘટાડાની અસર પણ તેના પર જોવા મળી રહી છે.

સોના અને ચાંદીના ભાવ દૈનિક ધોરણે નક્કી થાય છે અને તેના માટે ઘણા પરિબળો જવાબદાર છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવ યુએસ ડોલરમાં નક્કી થાય છે. જો ડોલરનો ભાવ વધે છે અથવા રૂપિયો નબળો પડે છે, તો ભારતમાં સોનાનો ભાવ વધે છે. ભારતમાં મોટાભાગનું સોનું આયાત કરવામાં આવે છે. આવી સ્થિતિમાં કસ્ટમ ડ્યુટી, GST અને અન્ય સ્થાનિક કર સોનાના ભાવને અસર કરે છે.

 આ ઉપરાંત, વૈશ્વિક બજારમાં ઉથલપાથલ (જેમ કે યુદ્ધ, આર્થિક મંદી અથવા વ્યાજ દરમાં ફેરફાર) ની સીધી અસર સોનાના ભાવ પર પડે છે. જ્યારે વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા વધે છે, ત્યારે રોકાણકારો શેર અથવા અન્ય અસ્થિર સંપત્તિઓને બદલે સોના જેવા સલામત વિકલ્પો પસંદ કરે છે.


22 કેરેટ અને 24 કેરેટમાં શું છે તફાવત?

24 કેરેટ સોનું 99.9% શુદ્ધ અને 22 કેરેટ સોનું લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે તેને જ્વેલરી બનાવી શકાતું નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.

મિસ્ડ કોલથી જાણો કિંમત

22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક દરો જાણવા માટે તમે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડા સમયની અંદર એસએમએસ દ્વારા દરો ઉપલબ્ધ થશે. આ સિવાય સતત અપડેટ્સ વિશેની માહિતી માટે તમે www.ibja.co અથવા ibjarates.com પર જઈ શકો છો.

કેવી રીતે નક્કી થાય છે સોનાનો ભાવ

સોના અને ચાંદીના ભાવ દૈનિક ધોરણે નક્કી થાય છે. સોના અને ચાંદીના ભાવ નક્કી કરવા માટે ઘણા પરિબળો જવાબદાર છે, જેમાં વિનિમય દર, ડોલરના ભાવમાં વધઘટ, કસ્ટમ ડ્યુટીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય બજારમાં કોઈપણ પ્રકારની લચાલ સોનાના ભાવ પર સીધી અસર કરે છે. જો વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાની પરિસ્થિતિ હોય, તો રોકાણકારો બજારથી અંતર રાખીને સોના જેવી વસ્તુઓમાં સલામત રોકાણને વધુ સારો વિકલ્પ માને છે.

આ ઉપરાંત ભારતમાં સોનાનું સામાજિક અને આર્થિક મહત્વ પણ છે. લગ્ન કે તહેવારમાં સોનું હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત પરિવારમાં સોનું હોવું એ તે પરિવારની સમૃદ્ધિનું પ્રતીક પણ માનવામાં આવે છે. સોનાએ દરેક યુગમાં ફુગાવા કરતાં વધુ સારું વળતર આપવાનું સાબિત કર્યું છે. આ જ કારણ છે કે તેની માંગ હંમેશા

  • Follow us on: