આંતરરાષ્ટ્રીય બજારોમાં સોના ચાંદીના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. આજે અમેરિકા અને એશિયાઇ બજારોમાં ઘટાડાને કારણે ભારતીય શેરબજાર પણ ઘટાડા સાથે જ ખૂલ્યું હતું. ત્યારે તેની અસર સોના ચાંદીના ભાવો પર પણ જોવા મળી છે.

સોના ચાંદીના ભાવમાં ફેરફાર 


અમેરિકામાં ચાલી રહેલા શટડાઉનને કારણે ઇકોનોમી મંદીની ઝપેટમાં આવવાનો ડર જોવા મળી રહ્યો છે જેથી સુરક્ષિક રોકાણના રૂપમાં સોનાની કિંમતોમાં તેજી જોવા મળી.સ્થાનિક બજારોમાં છેલ્લા પાંચ દિવસથી સોનાના ભાવ વધી રહ્યા છે. ચાંદીની કિંમત પણ વધી છે.


આજે શું છે સોનાની કિંમત ? (ગુડ રિટર્ન અનુસાર)

આજે બિહારની ચૂંટણીના પરિણામો વચ્ચે સોનાની કિંમતોમાં ઘટાડો થયો છે. આજે 24 કેરેટ સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામે 800 રૂપિયા ઘટી છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 700 રૂપિયા ઘટી છે. 24 કેરેટ સોનાની કિંમત આજે 127850 પ્રતિ 10 ગ્રામ જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 117200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાઇ છે.

આજે ચાંદીનો ભાવ (ગુડ રિટર્ન અનુસાર)

ભારતમાં આજે ચાંદીનો ભાવ પ્રતિ ગ્રામ ₹173.10 અને પ્રતિ કિલોગ્રામ ₹173.100 છે. ગઈકાલે પણ ભાવ એ જ રહ્યા હતા, એટલે કે કોઈ ફેરફાર થયો નથી.

મેટ્રો શહેરોમાં શું છે સોનાનો ભાવ(ગુડ રિટર્ન અનુસાર)


શહેર 24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ
અમદાવાદ 1,27,850 1,17,150
ચેન્નાઇ 1,28,730 1,18,000
સુરત 1,27,850 1,17,200
મુંબઇ 1,27,800 1,17,150
દિલ્હી 1,27,950 1,17,300
કોલકાતા 1,27,800 1,17,150
વડોદરા 1,27,850 
1,17,200

સોનું ખરીદતી વખતે શું રાખશો ધ્યાન ?
સોનું ખરીદતી વખતે હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) ના હોલમાર્ક સાથે સોનું ખરીદો. આ એક આલ્ફાન્યૂમેરિક નંબર છે જે સોનાની શુદ્ધતા નક્કી કરે છે. ઉપરાંત, હંમેશા કિંમતને ક્રોસ-ચેક કરો. આજના સોનાના ભાવ પ્રતિ ગ્રામ અથવા કેરેટ દ્વારા 10 ગ્રામ જોવા માટે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન જેવી વિવિધ વેબસાઇટ્સની મુલાકાત લો.
  • Follow us on: